________________ 382 અનુભવાષ્ટક ચારિત્રાદિક દ્રવ્યરૂપ જ છે, માટે આત્મતત્તવને અનુભવી થવું. બધેય ગુણને પરિણામ થયે તેના અનુભવથી જ આનન્દ પ્રાપ્ત થાય છે, નહિ તે અર્થજ્ઞાન રહિતને શબ્દ શ્રવણની પેઠે નિરર્થક જ છે. શાસ્ત્રમાં સંભળાય છે કે “અનુભવ સિવાય કોટિ કણાનુષ્ઠાન કરે તે પણ કુલવાલક મુનિ આદિની પેઠે તત્વની પ્રાપ્તિ નથી.” પરિગ્રહને પ્રસંગ પ્રાપ્ત થવાથી વિષયને સંગ થાય તે પણ શુદ્ધ સાધ્યના રસિક પુરૂએ અન્તર્મુહૂર્ત સુધી આત્માના અનુભવને અભ્યાસ કરવા એગ્ય છે. તેથી તેને આદર થવા માટે ઉપદેશ કરે છે - જેમ દિવસ અને રાત્રિના મધ્યમાં રહેલી સંધ્યા દિવસ અને રાત્રિથી ભિન્ન છે, તેમ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનના મધ્યમાં રહેલ અનુભવ કેવલજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી ભિન્ન તત્ત્વના સ્વરૂપને જાણનાર જ્ઞાની પુરુષોએ દીઠે છે. લાંબા કાળ સુધી અભ્યાસ કરેલ શ્રુતજ્ઞાનના કાર્યરૂપ અને સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી આરંભી સાધ્યરૂપે નિશ્ચિત કરેલા કેવલજ્ઞાનના અસાધારણ કારણરૂપ અનુભવ આધ્યાત્મિક એકતાના આનન્દરૂપ છે. તે સંપૂર્ણ નિરપેક્ષ કેવલજ્ઞાનરૂપ સૂર્યના અરુણોદયરૂપ છે. જેમ અણુ સૂર્યના સારથિ તરીકે પ્રસિદ્ધ છે, સૂર્યના પહેલાં અરુણે દય થાય છે અને ત્યારબાદ સૂર્યને ઉદય થાય છે, એમ અનુભવને ઉદય થવાથી કેવલજ્ઞાનરૂપ સૂર્ય ઉદય થાય છે. તેથી અનુભવપૂર્વક કેવલજ્ઞાન છે. માટે ભાવનાજ્ઞાનની એકતારૂપ અનુભવ કરવા ગ્ય છે. ગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે है “मतिश्रुतोत्तरभावी केवलाद् अव्यवहितपूर्वभात्री प्रकाशोऽनु.