________________ જ્ઞાનસાર 359 પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે. એમ સમ્યગ્દર્શન સહિત પરમાત્મભાવની ચિવાળા પુરુષને તેના સાધન અને ઉપાયનું નિરંતર કથન કરનાર શાસ્ત્ર છે. તે નામાદિના ભેદથી ચાર પ્રકારે છે. આચારાંગાદિ નામ તે નામશાસ્ત્ર, સિદ્ધચકાદિને વિષે સ્થાપેલું શ્રુતજ્ઞાન તે સ્થાપનાશાસ્ત્ર, પુસ્તકાદિમાં રહેલું તે દ્રવ્યશાસ્ત્ર અથવા ઉપગરહિત પુરુષને ક્ષપશમભાવને પ્રાપ્ત થયેલું જૈનાગમ તે દ્રવ્યશાસ્ત્ર અને શાસ્ત્રના ઉપયોગરૂપ તે ભાવશાસ્ત્ર. - નયના વિચારમાં નિગમનયથી વચનના બોલવારૂપ વ્યંજનાક્ષરાદિ શાસ્ત્ર કહેવાય છે, સંગ્રહનયથી પુદ્ગલરૂપ કબેન્દ્રિય અને વરૂપ ભાવેન્દ્રિય શાસ્ત્રનું કારણ હેવાથી શાસ્ત્ર કહેવાય છે, વ્યવહારનયથી પઠન, પાઠન અને શ્રવણરૂપ શાસ્ત્ર છે, જુસૂવનયથી મનન અને નિદિધ્યાસનરૂપ શાસ્ત્ર છે, શબ્દનયથી શ્રતના આધારે આત્માના સ્પર્શ જ્ઞાનના પરિણામવાળો ભાવક્ષપશમ શાસ્ત્ર છે, સમભિરૂઢ નયથી ઉપયોગવાળાને શાસ્ત્ર કહેવાય છે. તન્મયતાને પામેલા, સર્વ અક્ષરની લબ્ધિવાળાને શુદ્ધ ઉપગ તે એવભૂતનયથી શાસ્ત્ર કહેવાય છે. કારણ કે સર્વ અક્ષરની લબ્ધિવાળા નિર્વિક૯૫ ઉપયોગ સમયે ઉત્સર્ગથી ભાવશાસ્ત્રના પરિણમનના ઉપયોગ સહિત છે. તેથી પરમકાણિક ભગવંતોએ ઉપદેશેલું શાસ્ત્ર હિતકારક છે. તસ્વાભાષ્યની કારિકામાં કહ્યું છે કે - "एकमपि जिनवचनाद्यस्माभिर्वाहकं पदं भवति / श्रूयन्ते चानन्ताः सामायिकमात्रपदसिद्धाः॥