________________ રાસાર શબ્દથી માગભિમુખ-માગને સન્મુખ થયેલ, માર્ગ પ્રાપ્તમાગને પ્રાપ્ત થયેલ, અવિરતિ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિ જાણવા. ચારિસંછવિની ચરાવવાનું દાન્ત આ પ્રમાણે છે જેમ કેઈ સ્ત્રી વૃષભરૂપે થયેલા પિતાના પતિને સંજીવિનીને નહિ ઓળખવા છતાં પણ અજાણપણે સંજીવિની પાસે ખવરાવવાથી પશુપણાને ત્યાગ કરાવી મનુષ્યપણાને પ્રગટ કરવારૂપ હિત કરે છે તેમ ચારિત્ર વગેરેમાં મન્દ પ્રયત્નવાળો છતાં પણ અધ્યાત્મને અનુકૂલ સમભાવની પરિણતિવાળો થઈ આત્માને અનાદિ પશુપણાના ભાવથી દૂર કરીને સ્વરૂપના જ્ઞાનમાં કુશલ અને ભેદજ્ઞાનરૂ૫ દિવ્ય ચક્ષુના પ્રકાશવાળો કરે છે. એથી જ સાધ્યની અપેક્ષાવાળાને સાધન હિતકારક થાય છે અને સાધ્ય નિરપેક્ષને સાધન બાળકની ક્રિીડારૂપ છે. વીતરાગ તેત્રમાં કહ્યું છે કે “તથા શ્રદ્ધા પોડ્યું નોરમ્ય વનાિ विशंखलाऽपि वाग्वृत्तिः श्रद्दधानस्य शोभते" / તે પણ શ્રદ્ધા વડે મુગ્ધ એ હું ભૂલ કરવા છતાં પણ દોષપાત્ર નથી. કારણ કે શ્રદ્ધાવાળાની સંબંધ વિનાની વાણું પણ શેભે છે.” દરમાં પેસવાની જેમ ચિત્તનું સરલ પ્રવર્તન, વિશિષ્ટ ગુણસ્થાનની પ્રાપ્તિને વેગ્ય સ્વાભાવિક ક્ષયપશભવિશેષ. તેને પ્રાપ્ત થયેલો તે માર્ગ પતિત અને માર્ગમાં પ્રવેશ કરવાને ગ્ય ભાવને પ્રાપ્ત થયેલો તે માર્ગાભિમુખ કહેવાય છે. જુઓ અપુનબંધકઠાત્રિશિકા.