________________ 250 માધ્યસ્થાષ્ટક दीनेम्वात्तषु भीतेषु याचमानेषु जीवितम् / प्रतीकारपरा बुद्धिः कारुण्यमभिधीयते // ... क्रूरकर्मसु निःशवं देवतागुरुनिन्दिषु / आत्मशंसिषु योपेक्षा तन्माध्यस्थमुदीरितम्" // .. ___योग० प्र० 4 श्लो० 117-121 કઈ પણ પાપ ન કરે, કઈ પણ દુઃખી ન થાઓ અને જગત્ મુક્ત થાઓ, એવી બુદ્ધિ તે મૈત્રીભાવના કહેવાય છે. બધા દોષોનો ત્યાગ કરનારા અને વસ્તુતત્વનું અવલેખન કરનારા મહાપુરુષના ગુણેને વિશે પક્ષપાત-આદર તે પ્રમેદભાવના કહેવાય છે. દીન, દુઃખી, ભયભીત થયેલા અને જીવિતની યાચતા કરનારા પ્રાણીઓના દુઃખને પ્રતીકાર કરવાની બુદ્ધિ તે કરુણાભાવના કહેવાય છે. નિશંકપણે કર કામ કરનારા, દેવ અને ગુરુની નિન્દા કરનારા અને પિતાની પ્રશંસા કરનારાને વિશે ઉપેક્ષાસમભાવની વૃત્તિ તે માધ્યસ્થભાવને કહેવાય છે.” એમ વ્યવહારનયથી ભાવનાઓનું લક્ષણ વેગશાસ્ત્રમાં કહેલું છે. નિશ્ચયનયથી શુભ અને અશુભરૂપે પરિણમેલા સર્વ જીવ અને પુદ્ગલમાં રાગ-દ્વેષરહિત પરિણતિ તે માધ્યસ્થભાવના. મધ્યસ્થપણું નામાદિના ભેદથી ચાર પ્રકારે છે. તેમાં નામ અને સ્થાપના સુગમ છે. ઉપયોગ રહિત અને સાધ્ય-સાધનના વિચારશૂન્યને દ્રવ્યમાધ્યસ્થ હોય છે.