________________ સાનસાર ર૪૩ "कारणमहवा छद्धा कत्ता सततो ति कारणं कत्ता। कअपसाहगतमं करणंमि उ पिंडदंडाई"। વ્યાખ્યા–અથવા કારણ છ પ્રકારે છે. તેમાં સ્વતંત્રસ્વાધીનપણે ક્રિયા કરનાર તે કર્તા. જેમ ઘટને કર્તા કુંભાર છે. આત્મામાં અભેદરૂપે વ્યાપીને રહેલા ગુણની સ્વસ્વરૂપે પરિણમનરૂપ કાર્યમાં વ્યાપારરૂપ ક્રિયા કરે છે તેથી આત્મા કર્તા છે. કાર્યને સાધવામાં અત્યન્ત ઉપકારક કારણ તે કરણ. તેના ઉપાદાન અને નિમિત્ત એ બે ભેદ છે. જેમ માટીને પિંડ ઘટનું ઉપાદાન કારણ છે અને દંડ વગેરે નિમિત્ત કારણ છે, તેમ આત્મા કર્તા અને જ્ઞાનાદિ કાર્ય છે. તેમાં સ્વસત્તાને પરિણામ તે ઉપાદાન કારણ છે. સ્વરૂપની સિદ્ધિરૂપ શુદ્ધ પારિણામિક કાર્યમાં નિમિત્તને અભાવ છે. કર્મના ક્ષય કરવાથી શુદ્ધ આત્મસ્વરૂપને પ્રગટ કરવારૂપ કાર્યમાં પણ આત્મા કર્તા છે. તત્ત્વની સિદ્ધિ કાર્ય છે. સ્વધર્મના સાધનનું અવલંબન કરનારા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્યરૂપ ગુણે ઉપાદાન કારણ છે અને નિર્વિકાર વીતરાગના વાક્ય વગેરે નિમિત્ત કારણ છે. "कम्म किरिया कारणमिह निच्चिट्टो जओ न साहेइ। अहवा कम्मं कुंभो स कारणं बुद्धिहेउ ति // भव्वो त्ति व जोग्गो त्ति व सक्को ति व सो सरूवलाभस्म / कारणसंनिझंमि विजं नागासत्थमारंभो॥ बज्झनिमित्ताविक्खं कजं वि य कजमाणकालंमि / होइ सकारणमिहरा विवजयाऽभावया होजो" //