________________ જ્ઞાનસાર ર૧૫ અભ્યાસવાળા જ્ઞાનમય આત્માના સ્વરૂપને અનુકૂલ જે ક્રિયા છે તે જ્ઞાનસ્વરૂપ પ્રકાશનું કારણ છે. આવરણનું નિમિત્ત અસકિયા થાય છે અને આવરણ દૂર કરવા માટે સક્રિયા નિમિત્તભૂત છે. પરંતુ તત્ત્વમાં મગ્ન થયેલાને નિમિત્તરૂપ થતી નથી. માટે તત્ત્વજ્ઞાન અને સ્વરૂપની એકતારૂપે ધ્યાનમાં લીન થએલા તે મુનિઓના ચરણમાં નમસ્કાર હો. 14 विद्याष्टक नित्यशुच्यात्मताख्यातिरनित्याशुच्यनात्मसु / अविद्या तत्त्वधीविद्या योगाचार्यः प्रकीर्तिता // 1 // - અનિત્ય એટલે આત્માથી ભિન્ન પ્રસંગને વિષે નિત્યપણાની બુદ્ધિ, તથા નવ દ્વારથી મળને વહેતાં અને શુચિ-અપવિત્ર શરીરને વિષે પવિત્રપણાની બુદ્ધિ અને આત્માથી ભિન્ન પુદગલાદિ પદાર્થને વિષે આત્મપણાની બુદ્ધિ એટલે અહં બુદ્ધિ તથા મમત્વબુદ્ધિ એ અવિદ્યા કહી છે. તત્ત્વબુદ્ધિ એટલે શુદ્ધ આત્મદ્રવ્યમાં નિત્યપણાની, શુચિપણાની અને આત્મપણાની બુદ્ધિરૂપ યથાર્થ જ્ઞાન તે વિદ્યા, એમ ગ દષ્ટિસંપન્ન પતંજલિપ્રમુખ યોગાચાર્યોએ કહ્યું છે, આવા પ્રકારનું મૌન (મુનિ પણું) યથાર્થ જ્ઞાનરૂપ વિદ્યા વડે આત્મતત્વમાં ઉપગવાળા જ્ઞાનવંતને હોય છે, માટે મૌનાષ્ટક પછી વિદ્યાષ્ટકને ઉપદેશ કર્યો છે. તેમાં 1 નિત્યાસુચનામનુ=અનિત્ય, અશુચિ અને આત્માથી ભિન્ન પુદ્ગલાદિમાં. નિયશુખ્યાત્મતા ધ્યાતિ = નિત્યપણા, શુચિપણ અને આમપણાની બુદ્ધિ. વિચા=અવિદ્યા અને તવધી:તત્વની બુદ્ધિ. વિવા=વિદ્યા. ચોર્થ =ોગાચાર્યોએ. પ્રવર્તિતા=કહી છે.