________________ જ્ઞાનસાર 207 ^^^^^^ ^^^ “આત્માના અજ્ઞાનથી થયેલું દુઃખ આત્માના જ્ઞાનથી નાશ પામે છે. તે માટે જેથી આત્મા જ્ઞાનમય થાય તેવા પ્રકારને અભ્યાસ કરવા ગ્ય છે यथा शोफस्य पुष्टत्वं यथा वा वध्यमण्डनम् / तथा जानन् भवोन्मादमात्मतृप्तो मुनिर्भवेत् // 6 // જેમ સજાનું પુષ્ટપણે અથવા વધ કરવાને લઇ જતા પુરુષને કરેણના ફુલની માળા વગેરે આભરણ પહેરાવવામાં આવે છે, તેના જેવા સંસારના ઉન્માદ-ઘેલછાને જાણતા મુનિ આત્માને વિશે જ સંતુષ્ટ હોય, જેમ સજાથી થયેલ શરીરનું સ્થલપણું વિકારરૂપ હોવાથી પુષ્ટિ માટે તેને કેાઈ ઈચ્છતું નથી, અથવા વધ કરવા માટે લઈ જવામાં આવતા પુરુષને કરેણના ફુલની માલા વગેરે આભૂષણ પહેરાવવામાં આવે છે, તે પણ અનિષ્ટ છે, તેની પેઠે જ સંસારના ઉન્માદને જાણતા સમસ્ત પરભાવના ત્યાગી મુનિ અનન્તગુણરૂપ આત્મસ્વરૂપમાં સંતુષ્ટ થાય છે. તાત્પર્ય એ છે કે સંસારનું સ્વરૂપ અસાર, નિષ્ફળ અને નહિ ભેગવવા એગ્ય જાણી મુનિ આત્મસ્વરૂપમાં મગ્ન થાય છે. सुलभं वागनुच्चारं मौनमेकेन्द्रियेष्वपि / पुद्गलेष्वप्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम् // 7 // 1 ચયા=જેમ. શસ્થ સેજાનું. પુણવંત્રપુષ્ટપણું. વા=અથવા. વધ્યમાન=વધ કરવા યોગ્ય પુરુષને કરેણની માળા વગેરેથી શણગારવું. તથા=તેમ. મોન્માદં=સંસારની ઘેલછાને. નાનન=જાણનાર. મુનિ =મુનિ. કાત્મતૃત:=આભાને વિષે જ સંતુષ્ટ. મે થાય. 2 વાગુદવાર વાણીને નહિ ઉચ્ચારવારૂપ. મૌનં=મૌન. -