________________ સાનસાર 15 ધરેએ કહ્યું છે. તે કારણથી-મુનિપદની વ્યુત્પત્તિના નિમિત્તરૂપ જગતના તત્ત્વનું જ્ઞાન હોવાથી સમ્યકત્વ જ મુનિપણું છે અથવા મુનિપણું એ સમ્યકત્વ જ છે. આથી જ બધા ય શબ્દ યિાવાચી છે? એવો એવંભૂત નયને અભિપ્રાય લઈને આચારાંગસૂત્રમાં કહ્યું છે કે जं-सम्मं ति पासहा तं मोणं ति पासहा, जं मोणं ति पासहा तं सम्मं ति पासहा। ण इमं सकं सिढिलेहिं अदिजमाणेहिं गुणासाएहि वंकसमायारेहिं पमत्तेहिं गारमावसंतेहिं / मुणी मोणं समायाए धुणे कम्मसरीरगं / पंतं लुहं च सेवन्ति वीरा संमत्तदंसिणो // " __ अध्य० 5 उ० 3 सू० 155. જે સમ્યકત્વ છે તે જ મુનિપણું છે, જે મુનિપણું છે તે જ સમ્યકત્વ છે. એ મૌન (મુનિપણું) શિથિલ-મન્તવીર્ય વાળા, આદ્ર-રાગવાળા, શબ્દાદિ વિષયને આસ્વાદ લેનારા, વક્ર આચારવાળા-માયાવી, અને પ્રમાદી ગૃહસ્થાએ પાલન કરવું શક્ય નથી. મુનિ મૌનને ગ્રહણ કરીને કામણ શરીરનો નાશ કરે તેને માટે સમ્યકત્વદશી વીરપુરુષે પ્રાન્ત અને રૂક્ષ ભજન કરે છે. પૂર્વે કહેલા એ બધા ગુણે નિર્ચન્થ (પરિગ્રહરહિત) મુનિને હોય છે, માટે મુનિનું સ્વરૂપ બતાવે છે. અથવા લેકમાં નિગ્રંથ નહિ હોવા છતાં નિર્ચન્થપણાના આરોપથી નિગ્રંથ તરીકે મનાતા અને આત્માના અશુદ્ધ અભિમાનથી તત્ત્વના વિવેકથી રહિત એવા જ હોય છે, તેઓને ઉપદેશ કરવા અને વિશુદ્ધ ગુરુતત્વને બોધ થવા માટે