________________ જ્ઞાનસાર 175 ધ્યાન કરતે આત્મા કર્મથી લેપાત નથી. જેમ આકાશ વિચિત્ર રંગે વડે રંગાવા છતાં વાસ્તવિક રંગાતું નથી. તેમ હું પણ અમૂર્ણ આત્મસ્વભાવરૂપ છું, તેથી એક આકાશરૂપ ક્ષેત્રમાં અવગાહેલા પુદ્ગલે વડે લેપતે નથી. જે આત્મસ્વરૂપને જાણે છે તે પિતાનું વીર્ય અને જ્ઞાનાદિ શક્તિને આત્મામાં પ્રવર્તાવતે નવા કર્મબન્ધનથી બંધાતો નથી. જેટલી આત્માની શક્તિ પરભાવને અનુસરે છે તેટલે આસવ છે અને જેટલી સ્વશક્તિ સ્વરૂપને અનુસરે છે તે સંવર છે એ રહસ્ય છે. અહીં આત્મજ્ઞાનમાત્રથી સંતુષ્ટ થયેલા પરંતુ રાગ-દ્વેષયુક્ત અને સમ્યગ્દર્શનાદિ ગુણથી ભ્રષ્ટ થએલા આત્માને કમને બન્ધ થતો નથી એમ આત્માને અબન્ધસ્વરૂપે માને છે તે મત અગ્રાહ્ય છે એમ જણાવ્યું. ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે भणंता अकरता य बन्धमुक्खपइनिणो। वायाविरियमित्तेण समासा संति अप्पयं // न चित्ता तायए भासा कओ विजाणुसासणं / विसना पावकम्मेहिं वाला पंडियमाणिणो / અર્થ૦ 6 |. 20-22 “બન્ધ અને મોક્ષની પ્રતિજ્ઞાવાળા, મુખથી બોલતા પરંતુ કંઈ પણ નહિ કરતા વાણીની શક્તિમાત્રથી પિતાને આશ્વાસન આપનારા છે. વિચિત્ર એવી ભાષા તેમનું રક્ષણ કરતી નથી, તે વિદ્યાનું અનુશાસન તે કયાંથી રક્ષણ કરે ? અજ્ઞાની છતાં પિતાને પંડિત માનનારા તેઓ પાપકર્મથી ખિન્ન થએલા છે.”