________________ ~ ~ ~ ~~~ 18 તેને વિષયસુખમાં આરોપ કરવામાં આવે છે. સાતા અને અસાતા બન્ને દુઃખ જ છે અને તે બનેના અભાવમાં સુખ છે. કારણ કે તે શરીર અને ઈન્દ્રિ ના નિમિત્તે થતું હોવાથી દુખ છે, અને શરીર અને ઈન્દ્રિયોના અભાવમાં સુખ છે.” એમ સાતા અને અસાતાના ફળને જ ભેદ છે, પણ આવરણમાં ભિન્નતા નથી. અવ્યાબાધ સુખને આવરણ કરવાનો તે બન્નેને સ્વભાવ છે. જે આત્માના ગુણને ઘાત કરે છે તે દુઃખ છે, તેને સુખરૂપે કેણ માને? આત્માના જ્ઞાન અને આનન્દના અનુભવરૂપ તૃપ્તિ પ્રશંસા કરવા ગ્ય છે, પણ ઉપાધિ—પર નિમિત્તથી થયેલી તૃપ્તિ પ્રશંસાને ગ્ય નથી. એ હેતુથી આત્માના અનુભવરૂપ તૃપ્તિને માટે સમ્યગ્દષ્ટિ જીવ અરિહંતની સ્તુતિ કરે છે, પરમાત્માને પૂજે છે, દેશવિરતિવાળા પણ સામાયિક અને પૌષધપવાસ કરે છે, મુનિએ આત્માનુભવને આસ્વાદ લેવા એકાન્ત રહે છે, તેને પ્રાપ્ત કરવા હિંસાદિ પાંચ અ ને ત્યાગ કરે છે, તે આસને છોડવા ભયંકર ગ્રીષ્મ ઋતુમાં તપેલી શિલાના તાપની આતાપના લે છે, શિશિર ઋતુમાં ઠંડાં ચન્દ્રનાં કિરણના સ્પર્શથી #ભ પામવા છતાં વસ્ત્ર વિના વનમાં વસે છે, આગને સ્વાધ્યાય કરે છે, ક્ષમાદિ ધર્મ દ્વારા આત્માને વાસિત કરે છે, તત્વજ્ઞાન વડે ગુણશ્રેણિના શિખર ઉપર ચઢે છે, અને આત્માની એકતાને વિચાર કરે છે. તત્વમાં સમાધિને માટે પ્રાણાયામાદિને પ્રયત્ન અને જિનકલ્પાદિ આચારે છે. માટે મુમુક્ષુએ પોતાના સ્વભાવના અનુભવરૂપ તૃપ્તિને અભ્યાસ કરવા ગ્ય છે. સભ્ય પણ સારવાદ લેવા એ