________________ સાનસાર 139 પિતાના સ્વભાવથી અનન્ત ગુણે વડે પરિપૂર્ણ ભાસે છે. સમ્યજ્ઞાન, દર્શન, ચારિત્ર અને ત૫રૂપ સાધનના પરિણમન વડે અનાદિ પરવસ્તુના સંગને ત્યાગ કરવાથી સ્વરૂપનું જ્ઞાન, રમણ અને અનુભવથી નવીન કમનું નહિ ગ્રહણ કરવારૂપ સ્વરૂપની એકતામાં તન્મયપણાથી પૂર્વ કર્મની નિર્જરા વડે જ્યારે આ આત્મા શુદ્ધ અને સકલ પુદ્ગલની ઉપાધિરહિત થાય છે ત્યારે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, અગુરુલઘુ, અવ્યાબાધ, અસંગ, અમૂર્ત, પરમ દાન, લાભ, ભેગ, ઉપભેગ, અકિયતા અને અસિદ્ધત્વાદિ અનન્તગુણે વડે પૂર્ણ પ્રકાશમાન થાય છે. જેણે પરભાવને વિશે આત્મબુદ્ધિને ત્યાગ કર્યો છે એવા મોક્ષપદના સાધક સાધુનું વરૂપ મેઘના આવરણ રહિત ચન્દ્રના સ્વરૂપ જેવું પ્રકાશે છે. જેમ વાદળારહિત ચન્દ્રનું સ્વરૂપ નિર્મલ હોય છે તેમ જ્ઞાનાવરણાદિ કર્મના આવરણ રહિત શુદ્ધ આત્માનું સ્વરૂપ નિર્મલ હોય છે. એ હેતુથી બાધક પરિણતિના હેતુને ત્યાગ કરી સાધકપણાનું અવલમ્બન કરી, સાધકપણામાં પણ વિકલ્પરૂપ વર્તમાન અપવાદ સાધનાને ત્યાગ કરતે અને ઉત્સર્ગ સાધનાને ગ્રહણ કરતે, પુનઃ ઉત્સર્ગ સાધનાને ત્યાગ કરી પૂર્ણાવસ્થાને પ્રાપ્ત કરે અને એ ક્રમથી આત્મા બધા સાંગિક ભાવના નિવારણ કરવાથી નિર્મલ, નિષ્કલંક, અસંગ, સર્વ આવરણ રહિત, સચ્ચિદાનન્દ સ્વરૂપ થઈ આત્યંતિક, એકાન્તિક, શ્રદ્ધરહિત, સહજ, નિરુપમ ચારિત્ર સુખ વડે પરિપૂર્ણ થાય છે. આ હેતુથી સમ્યગ જ્ઞાનના બળથી ઉપાદેય તત્વને વિવેક કરી સર્વ પ્રકારના હેય ભાવેને ત્યાગ કરવો યોગ્ય છે. કારણ કે ત્યાગ નિજ