________________ જ્ઞાનસાર 137 જ્યાં સુધી ગ્રહણશિક્ષા અને આસેવનાશિક્ષા એ બને શિક્ષાના સમ્યક પરિણામે શુદ્ધાત્માસ્વરૂપના પ્રકાશસંશય અને વિપર્યા રહિત બોધ વડે પોતાના આત્મામાં ગુરુપણું ન ઉદય પામે–પ્રગટ ન થાય ત્યાં સુધી ઉત્તમ ગુરુ-જ્ઞાનપદેશાચાર્ય સેવવા યોગ્ય છે. હે ગુરુ! તમારી પાથી મારા આત્માને વિશે ગુરુપણું ન આવે ત્યાં સુધી સૂત્રોક્ત વિધિએ મારે તમારી સેવા કરવાની છે. એમ ગુરુ સાથે સંકેત કરે. જ્યાં સુધી આ સાધકના આત્મામાં શિક્ષા-ઉપદેશના પરિણામે આત્મતત્વના પ્રકાશવડે ગુરુપણું ન આવે, એટલે પિોતે જ પોતાને ઉપદેશક ન થાય, આત્મધર્મને પ્રગટ થવા વડે સંશય અને વિપર્યાસ રહિત શુદ્ધ આત્મતત્ત્વને પ્રકાશક ન થાય ત્યાં સુધી ઉત્તમ, સ્વપરને ઉપકારી, જ્ઞાન-દર્શન ચારિત્રરૂપ રત્નત્રયની પરિણતિવાળા, દ્રવ્ય અને ભાવ એવા ગુના ગુણ સહિત, તત્વના ઉપદેશક ગુરુની સેવા કરવી. હે ગુરે! અતીત અનન્ત કાળે નહિ પ્રાપ્ત થએલ, પણ તમારા ઉપદેશરૂપ અંજનથી આત્મધર્મનું નિર્ધારણ, ભાસન અને રમણ રૂપ આત્માના અનુભવનું સુખ જોગવ્યું. અહો ગુરુની કૃપા! કે જેનાથી પરમ અમૃતનું આસ્વાદન થાય છે. એ હેતુથી જ્યાં સુધી પૂર્ણનન્દ પ્રાપ્ત થાય ત્યાં સુધી ગામતરવારોન=આત્મસ્વરૂપના બોધ વડે. સ્વચ=પિતાનું. જુહā= ગુપણું. 1 યુતિકન પ્રગટ થાય. તાવતુંeત્યાંસુધી. ગુલામ =ઉત્તમ ગુરુ સેવ્ય સેવવા યોગ્ય છે. 2 વ્રત, ધર્મ અને પછવનિકાય વગેરેના સ્વરૂપના પરિજ્ઞાનરૂપ ગ્રહણશિલા છે અને તેઓના પાલનરૂપ આસેવનાશિક્ષા છે.