________________ માનસર શુદ્ધ આત્મપદની પ્રવૃત્તિ થાય છે. માટે સંગને ત્યાગ, આત્મધ્યાન અને સંવરમાં તત્પરતા કરવા યોગ્ય છે. વિકલ્પ-ચિત્તના વિશ્વમરૂપ શુભાશુભ સંકલ્પના વિસ્તારથી નિવૃત્ત થએલ એટલે આત્મસ્વરૂપના અનુભવથી વર્ણદિરૂપ પૌગલિક વિષયથી વિરામ પામેલ, અનન્તગુણ અને પર્યાયયુક્ત, સમ્યગજ્ઞાન, દર્શન અને ચારિત્ર સ્વરૂપ આત્માને શુદ્ધ સ્વભાવ જેનું આલંબન છે એ ઉપગલક્ષણ જ્ઞાનને પરિપાક-પ્રૌઢ અવસ્થા તે શમ કહેવાય છે, એથી આત્માના સ્વભાવને જેનાર, આત્માના સ્વભાવને જાણનાર, યાત્મસ્વભાવમાં જ રમણ કરનાર,આત્મસ્વભાવમાં વિશ્રાન્તિસ્થિરતા કરનાર, આત્મસ્વભાવને આસ્વાદ-અનુભવ કરનાર અને શુદ્ધતત્વની પરિણતિયુક્ત આત્માના ઉપગરૂપ જ્ઞાનને પરિણામ શમ છે એ જણાવ્યું. અહીં શ્રીહરિભદ્વાચાર્યે ચાગના પાંચ પ્રકાર કહ્યા છે–૧ 'અધ્યાત્મગ, 2 ભાવનાગ, 3 ધ્યાનયોગ, 4 સમતાગ અને 5 વૃત્તિ 1 ઉચિત પ્રવૃત્તિવાળા વ્રતધારીનું મૈત્રી વગેરે ભાવસહિત શાસ્ત્રથી છવાદિ તત્વનું ચિન્તન તે 1 અધ્યાત્મયોગ. અધ્યાત્મનેજ પ્રતિદિવસ વૃદ્ધિ પામતે ચિત્તવૃત્તિના નિરોધ સહિત અભ્યાસ તે 2 ભાવનાયોગ. પ્રશરત એક પદાર્થના વિષયવાળું સ્થિર દીવાના સમાન, ઉત્પાત વગેરે સંબન્ધી સૂક્ષ્મ ઉપગ સહિત ચિત્ત તે 3 ધ્યાનયોગ. અજ્ઞાનથી કપેલા ઇષ્ટપણા અને અનિષ્ટપણાની કલપનાને ત્યાગ કરીને શુભ અને અશુભ વિષયને સમાનપણે વિચાર કરવો તે સમતાગ. મનદ્વારા વિકલ્પરૂપ અને શરીરધારા પરિસ્પન્દ-ચલના ક્રિયારૂપ અન્ય વસ્તુની સોગાત્મક વૃત્તિઓને ફરીથી નહિ થવા વડે નિરોધ કરવો તે રિસંક્ષયરોગજુઓ પેગવિંશિકા ટીકા. ગા. 3