________________ જ્ઞાનસાર એમ જણાવ્યું કે મિથ્યાત્વને ભેદનાર જ્ઞાનરૂપ વાવડે સહિત સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રની પરિણતિવાળા નિર્ભય યોગી શ્રદ્ધાત્માના આનન્દરૂપ નન્દનવનમાં ક્રીડા કરે છે. पीयूषमसमुद्रोत्थं रसायनमनौषधम् / अवन्यापेक्षमैश्वर्य ज्ञानमाहुर्मनीषिणः // 8 // જ્ઞાન સમુદ્રથી નહિ ઉત્પન્ન થએલું અમૃત, જરા અને મરણને હરનાર રસાયન, પણ ઔષધરહિત; બીજું રસાયન ઔષધજનિત હોય છે. જ્યાં અન્ય હાથી ઘોડા પ્રમુખની અપેક્ષા નથી એવું ઐશ્વર્ય-ઠાકરપણું, બીજુ (ઐશ્વર્ય) અન્ય સાપેક્ષ હોય છે. એમ મેટા પંડિતો (જ્ઞાની પુરુષો) કહે છે. અમૃત સમુદ્રમાંથી ઉત્પન્ન થએલું છે એ લોકોક્તિ છે પણ જ્ઞાન સમુદ્રથી નહિ ઉત્પન્ન થએલું અમૃત છે. જરા અને મરણને નાશ કરનાર રસાયન કહેવાય છે રસાયન ઔષધજનિત છે અને જ્ઞાન એ ઔષધ સિવાય જરા અને મરણાદિને નાશ કરનાર છે. હાથી, ઘોડા વગેરે બાહ્ય વસ્તુ સાપેક્ષ એશ્વર્યા છે અને જ્ઞાન પર વસ્તુની અપેક્ષા રહિત ઐશ્વર્યરૂપ છે. કાન એ પાઠ પણ છે, તેથી આશ્ચર્યકારી–ચમત્કારી સ્વ–પરવસ્તુ પ્રગટ કરનાર જ્ઞાન છે એમ પંડિતે કહે છે. 1 નં=જ્ઞાનને સમુટ્યસમુદ્રથી નહિ ઉત્પન્ન થએલું. વચૂi= અમૃત. વનૌષધં=ઔષધ વિનાનું. રસાયનમ-જરા અને મરણને નાશ કરનાર. અનન્યાપેક્ષે બીજાની અપેક્ષા વિનાનું. ઈશ્વર્ય=પ્રભુત્વ. મનીષિv= પંડિતે. આદુ =કહે છે.