________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન 2. કેટલાક વિચારકે કર્મનો સિદ્ધાંતની સામે એવો વિરોધ કરે છે કે એ સિદ્ધાંત ઈશ્વર ઉપરની શ્રદ્ધા સાથે, અને માનવીઓના પાપ માફ કરવાની ઈશ્વરની શક્તિ સાથે, સુસંગત નથી. એમનું માનવું છે કે જે કર્મને સિદ્ધાંત નિરપેક્ષ હોય, તેમ જ સંપૂર્ણ હોય તે ઈશ્વરની જરૂરિયાત ક્યાં રહી? આ પ્રકારના વિચારકે કર્મનો સિદ્ધાંતને એક સત્તા તરીકે સ્વીકારે છે, અને કને નિયમ પ્રકૃતિના કોઈપણ નિયમની જેમ કેઈક અલૌકિક દૈવીશક્તિના સુસંગત એકરૂપતાભર્યા સંચાલનને નિયમ છે, એ જોઈ શકતા નથી. પ્રકૃતિની . એકરૂપતાના નિયમ કે કાર્ય-કારણત્વના નિયમની જેમ જ કર્મને સિદ્ધાંત પણ સૃષ્ટિમાં પ્રવર્તમાન એક એવો નિયમ છે જે સૃષ્ટિના અધિષ્ઠાતાના સ્વરૂપની સાથે સુસંગત છે. એ નિયમ પતે સૃષ્ટિને અધિષ્ઠાતા નથી. સાચી રીતે તે કર્મને સિદ્ધાંત ઈશ્વરના નૈતિક સ્વરૂપને પરિચય કરાવે છે. સૃષ્ટિમાં ઈશ્વરી સંકલ્પ કઈ રીતે કાર્ય કરે છે એને કંઈક ખ્યાલ કમને સિદ્ધાંત આપણને આપે છે. વળી, એમ કહેવું કે કર્મનો સિદ્ધાંત ઈશ્વરના દરગુજર પણ સાથે સુસંગત નથી એ પણ વાજબી નથી. ઈશ્વર મનુષ્યનાં પાપ કયારે દરગુજર કરે ? મનુષ્ય પાપી રહે તે પણ? જે ઈશ્વર પાપી મનુષ્યનાં પાપ દરગુજર કર્યો જ જાય છે, તે ઈશ્વર સાચે ઈશ્વર નથી. એમ કરવું તે પાપીજનોના સમુદાયની વૃદ્ધિ કરવા બરાબર છે. ઈશ્વર એનાં જ પાપો દરગુજર કરે, જે પોતે પોતાનાં પાપનું પ્રાયશ્ચિત્ત કરે અને એ પ્રાયશ્ચિત્ત ખરેખર સાચું હેય. સાચા પ્રાયશ્ચિત્ત વિશે મહાત્મા ગાંધી કહે છે: “અધિકૃત વ્યક્તિ સમક્ષ કરેલાં પાપને સહૃદયતાપૂર્વક એકરાર કરી ફરી એવું પાપ ન કરવાનો સંકલ્પ કરે એનું નામ જ નિર્મળ પ્રકારને પ્રશ્ચાત્તાપ.” આમ, આપણે એ જોઈ શકીશું કે વ્યક્તિ જેમ જેમ પોતાનાં પાપ દૂર કરતી જાય તેમ તેમ તે પવિત્રતાની સમીપ જાય છે. એમ કરતાં કરતાં વ્યક્તિ જ્યારે એટલી નિર્મળ અને પવિત્ર બને કે ઈશ્વર એને હાથ પકડે ત્યારે ઈશ્વર સાથેના તાદાઓમાં ઝાઝું અંતર રહેતું નથી. આગળ આપણે એ ધ્યું જ છે કે માનવીને સતત પ્રયાસ બ્રહ્મ તાદાભ્ય પામવાને છે, અને એ માટે એણે નિષ્કામ કર્મને માર્ગ ગ્રહણ કરવો જરૂરી છે. નિષ્કામ કર્મને માર્ગ તે જ પવિત્ર કાર્યને માગ. માનવી પાપકર્મ પિતાને માટે, પિતાના સ્વાર્થ માટે, પિતે અજ્ઞાનથી જેને પિતાનું માન્યું હોય તેને માટે કરતે હોય છે. એક વેળા એના મન પ્રદેશ પરથી કામના અદશ્ય થાય પછી એ જે ઈચ્છા કરે એ સકામ નહિ પણ નિષ્કામ જ હોય, અને એવું કાર્ય પવિત્ર હેય.