________________ આમુખ માનવ ઇતિહાસમાં માનવજીવનના ધારક અને પ્રેરક બળ તરીકે તેમ જ સમાજજીવનના ચાલક અને ગતિશીલ બળ તરીકે ધર્મને રવીકાર થયેલ છે. પરંતુ, પ્રશ્ન એ થાય છે કે એ ધર્મ કયે? ધર્મ એટલે શું ? આ મહત્ત્વનો પ્રશ્ન ડો. દેસાઈએ ઉપસ્થિત કર્યો છે અને એ કાળના પ્રવાહમાં શાશ્વત મૂલ્ય તરીકે ધર્મને રજૂ કરી. એના વિવિધ પ્રકારે, એને વિકાસક્રમ તેમ જ એને અંગેના અનેકવિધ પ્રશ્નોની એમણે છણાવટ કરી છે. - ધર્મના તુલનાત્મક અધ્યયનમાં પ્રત્યેક ધર્મની ઓળખ અને અભ્યાસ સમાઈ જાય છે એ સ્વીકારી છે. દેસાઈએ પુસ્તકના બીજા વિભાગમાં જગતના વિદ્યમાન ધર્મોની તુલનાત્મક રૂપરેખા આપી છે. આવી રજૂઆત કઈ રીતે થવી જોઈએ એના માપદંડ એમણે પોતે જ પુસ્તકના પહેલા વિભાગમાં વૈજ્ઞાનિક રીતે ઉપસાવ્યા છે અને એ આનંદની વાત છે કે તેમની, પ્રત્યેક ધર્મની રજૂઆત એ માપદંડે પાર ઊતરે છે. કોઈ પણ ધર્મ તરફ પક્ષપાત ન રાખતાં. માત્ર વૈજ્ઞાનિક દષ્ટિએ જ, પ્રત્યેક ધર્મના મહત્વના સિદ્ધાંતની, માન્યતાઓની, ધર્મગ્રંથની, ધર્મ સંપ્રદાયની, મીતિશાસ્ત્રની એમણે કરેલી રજૂઆત પ્રશંસાપાત્ર છે. સહજ એવી આશા રહે કે જેવી અને જેટલી રજૂઆત એમણે હિંદુધર્મની કરી એવી જ રજૂઆત બધા ધર્મ વિશે તેઓ કરી શકત તો વધુ સારું થાત. પુસ્તકના ત્રીજા ભાગમાં ડો. દેસાઈએ ઘણી મૌલિક રજૂઆત કરી છે. ઇતિહાસ દૃષ્ટિએ ધર્મને અવેલેકીને એમણે અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે અને તેના ઉત્તરે રજૂ કર્યા છે. ધર્મનાં સંગઠક બળ તરીકે તેમણે રજૂ કરેલાં બળે . ઉપરાંત તીર્થસ્થાન, તહેવાર જેવાં બીજાં પણ એવાં બળોને સ્વીકારી શકાય. એ વિભાગમાં ધર્મબોધને એક વિધ્ય લઈને વિવિધ ધર્મોમાં એનું કેવું આલેખન થયું છે એની સમીક્ષા તેમ જ ધર્મ-યુગલેની તુલનામાં એમણે સૂચવેલા વિચારો જિજ્ઞાસુ વાચકની એકતરફે જિજ્ઞાસા સંતોષે તેવા છે તે બીજીતરફે જિજ્ઞાસાને ઓર પ્રદિપ્ત કરે છે. ધર્મની વિશિષ્ટતાઓની સમજણ આપી સામ્યવાદની ધર્મ તરીકે કરેલી.