________________ હિંદુધર્મ ધારાનાં દ્વાર એમણે પશ્ચિમી જગત માટે ખુલ્લા કર્યા. પરંતુ તે સાથે જ પશ્ચિમી જગતને પ્રભાવ ભારતવાસી પણ પામી શકે એ રીતે એમણે ખ્રિસ્તી ધર્મના પ્રણેતા વિશે પણ અંગ્રેજીમાં એક પુસ્તક લખ્યું. તેઓ ખ્રિસ્તીધર્મથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. હિંદુધર્મમાં પ્રચલિત કેટલાંક દુષણો સામે એમણે લાલબત્તી ધરવા પ્રયાસ કર્યો. હિંદુધર્મમાં પ્રચલિત મૂર્તિ પૂજા, અનેકેશ્વરવાદ, તેમ જ સામાજિકક્ષેત્રે પ્રવર્તતા અનિષ્ટો જેવા કે સતીપ્રથા, ફરજિયાત વૈધવ્ય, બહુપત્નીત્વ, સજજડ વર્ણાશ્રમની સામે પણ એમણે પ્રહારો કર્યા અને રાષ્ટ્રીય તેમ જ ધાર્મિક સંગઠનના અભાવ પર એમણે દુઃખ વ્યક્ત કર્યું. પરંતુ માત્ર આટલાથી જ ન અટકતાં પરિણામે ઈ. સ. ૧૮૨૮માં એમણે બ્રહ્મોસમાજની સ્થાપના કરી. રા, ડો. આત્મારામ પાંડુરંગ (ઈ.સ. 1867) : પૂર્વ ભારતમાં જે પ્રયત્ન રાજા રામમોહન રાયે કર્યો, લગભગ એ જ પ્રયત્ન ડૉ. પાંડુરંગે પશ્ચિમ ભારતમાં કર્યો. . પાંડુરંગે મુખ્યત્વે કરીને ઈશ્વરની ભક્તિ અને સમાજ સેવાનો બેધ આપે. સાચે ધર્મ સમાજ અભિમુખ હોવો જોઈએ અને સમાજથી વિમુખ ન હોવો જોઈએ એનું સુંદર આલેખન ડો. પાંડુરંગ આપ્યું. . દયાનંદ સરસ્વતી (ઈ. સ. 1875) : હિંદુધર્મનો ખરો આધાર માત્ર વેદે જ છે, વેદ અપૌરુષેય છે અને વેદ શબ્દોની સત્તા અંતિમ છે એવી રજૂઆત સ્વામી દયાનંદ સરસ્વતીએ એમના મહત્વના પુસ્તકમાં કરી છે. સ્વામી દયાનંદે હિંદુધર્મને માત્ર વેદો પર આધારિત કર્યો, એથી એને વિદિધર્મ તરીકે પણ ઓળખાવાય છે. એમણે એમના મતપ્રચાર માટે જે સંસ્થા સ્થાપી એ આર્યસમાજ તરીકે ઓળખાય છે. 6. ધી મેસેજ ઑફ જિસસ, ધી વે ઑફ પીસ એન્ડ હેપીનેસ. 7. સત્યાર્થ–પ્રકાશ. આ. શ્રી વિજય પ્રેમ સુય સૂરીશ્વરજી જે રૂાન મંદિર