SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ ધર્મ વધુ સ્વીકાર્ય બની શકે. આ સામાન્ય કથન વિશ્વના બધા જ ધર્મને એકધારી રીતે લાગુ પાડી શકાય. છે. શિવ-વિષ્ણુ સંપ્રદાય : ઈવીસનની શરૂઆતની પાંચ સદીમાં હિંદુધર્મના મુખ્યત્વે બે સંપ્રદાયે અસ્તિત્વમાં આવ્યા. 4. વૈષ્ણવ સંપ્રદાય : સૃષ્ટિના સર્જક ઈશ્વર છે એમ માનનાર સંપ્રદાય. 2. શિવધર્મ : સૃષ્ટિના સંહારક મહાદેવ શિવ છે. આ બે સંપ્રદાયની વચ્ચે સમન્વયકારી એક વલણ હિંદુધર્મમાં આકાર પામ્યું અને એણે ઈશ્વરને ત્રિવિધ શક્તિના ત્રણ પ્રકારે દર્શન કરાવવા પ્રયાસ કર્યો. બ્રહ્માને સૃષ્ટિના સર્જક તરીકે, વિષ્ણુને સૃષ્ટિના સંચાલનકાર તરીકે અને મહેશને સૃષ્ટિના પ્રલયકાર તરીકે આલેખવામાં આવ્યા. આમ, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની ત્રિમૂતિનો ખ્યાલ રજૂ કરાયા. 3. સુધારાવાદી પ્રયાસ : લગભગ ઈ. સ. પૂ. ર૦૦૦થી હિંદુધર્મના સ્વરૂપમાં જે પરિવર્તન થયું એને આછો ખ્યાલ આપણને ઉપરની ચર્ચામાંથી મળશે. પરંતુ કાળના પ્રવાહમાં હિંદુધર્મના પલટાતા સ્વરૂપના દર્શનમાં આપણે હિંદુધર્મમાં થયેલા સુધારાવાદી પ્રયાસોને અવલેહ્યા નથી. ઈ. સ. પૂ. ૫૫૭થી આવા પ્રયાસની શરૂઆત થઈ આજપર્યંત આવા પ્રયાસો જારી રહ્યા છે. આવા અગત્યના પ્રયાસોની રજૂઆત આપણે અહીંયાં કરીએ. જ વર્ધમાન (ઈ. સ. પૂર્વે 557) : મહાવીર એક હિંદુ ક્ષત્રિય રાજાને ત્યાં જન્મ્યા હતા. તત્કાલીન હિંદુધર્મ તરફ એમને તીવ્ર અસંતોષ હતો. આ અસંતોષનાં કારણેમાં મુખ્યત્વે તે બ્રાહ્મણોની આપખુદી હતી. આ આપખુદી થવાનું એક કારણ એ હતું કે ધર્મશાસ્ત્રનાં પુસ્તકે સંસ્કૃતમાં હતાં અને આમજનસમુદાય સંરકૃત ભાષા સમજી ન શકતે હેવાને પરિણામે બ્રાહ્મણનું વચન એમને મન શાસ્ત્રવચન ગણાતુ. બ્રાહ્મણ પિતાનાં વચને એ રીતે સ્વીકારાય એમ કરવા મથતા. આ ઉપરાંત હિંદુધર્મના ય માં જીવતાં પ્રાણીઓના બલિ આપવામાં આવતા. આની સામે પણ વધુ માનને અસંતોષ હતો. આ સઘળા અસંતોષમાંથી હિંદુધર્મ સામે એમને વિરોધ રજૂ થયો. તત્કાલીન હિદુસમાજ એમણે ઈચ્છેલા સુધારાઓને સ્વીકાર કરી શકે એમ ન
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy