________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનાં વિવિધ દષ્ટિબિંદુઓ 33 અહીં આપણે જે પ્રશ્નની વિચારણા કરવાની છે તે એ કે શું હિબ્રધર્મ અને ખ્રિસ્તી ધર્મ સિવાયના બીજ ધર્મો ખરેખર બાલ્યાવસ્થામાં છે ? કોઈપણ ધર્મની બાલ્યાવસ્થા કે પ્રૌઢાવસ્થા કયા આધારે નિર્ણત કરી શકાય ? શું એમ કહેવું ખરેખર સાચું છે કે બાઈબલ પર આધારિત ધર્મો જ નૈતિકતાના પાયા પર રચાયેલા છે અને બીજા ધર્મો નહિ? પરિશિષ્ટમાં દર્શાવેલ ધર્મ-ઉત્પત્તિ-કાળદર્શન પરથી એ જોઈ શકાશે કે સમયના ક્રમ અનુસાર હિબ્રધર્મ કે ખ્રિસ્તી ધર્મ કરતાં બીજા ધર્મો વધુ પ્રૌઢ છે. આ દૃષ્ટિએ હિંદુધર્મ, જૈનધર્મ, બૌદ્ધધર્મ, કફક્યુશિયનધર્મ, શિન્ટો ધર્મ અને તાઓધર્મને તેઓ બાલ્યકાળમાં છે એમ કઈ રીતે કહી શકાય ? જે તે ધર્મમાં વ્યક્તિ, ઈશ્વર અને જગત સંબંધી થયેલી વિચારણ, અને તેમાં સૂચવાયેલ વિવિધ માર્ગોની આલોચનાને આધારે, કદાચિત ધર્મની મોટી છે તેથી તે જ્ઞાનમાં પણ મોટી જ છે એમ સ્વીકારી લેવાય નહિ. એવી શક્યતા છે ખરી કે ઉંમરે શ્રઢ એવી વ્યક્તિ જ્ઞાનની દૃષ્ટિએ બાલ્યકાળમાં હોય, અને ઉંમરની દષ્ટિએ નાની એવી વ્યક્તિ જ્ઞાનની દષ્ટિએ પ્રૌઢ હોય પરંતુ આમાં આપણે બે જુદા જુદા સિદ્ધાંતની વાત કરીએ છીએ. સમયના વહેણમાં પ્રથમ ઉપસ્થિત થયેલા એવા ધર્મો, તે પછીથી ઉપસ્થિત થયેલા ધર્મો કરતાં કઈ રીતે બાલ્યકાળમાં છે એ સમજાવવું જરૂરી બને છે. એ થઈ શકે એ માટે ધર્મનું તુલનાત્મક અધ્યયન કરવું જરૂરી બને છે. પરંતુ એવું પણ બને કે આવા તુલનાત્મક અધ્યયનને પરિણામે આપણે કોઈ એક ચોક્કસ મંતવ્ય ન પણ આપી શકીએ. જે વ્યક્તિ જ્ઞાનમાં પ્રૌઢ છે તે અનુભવમાં પ્રૌઢ ન પણ હોય. આમ વય, જ્ઞાન અને અનુભવના વિવિધ આધારે કેઈકમાં એકને અને અન્યમાં બીજાને પ્રોઢ તરીકે આપણે જેમ સ્વીકારીએ છીએ તેમ, કદાચિત ધર્મોની બાબતમાં પણ બને. વળી, કેટલીક વેળા એવું પણ બનવા સંભવ છે કે એક જ ધર્મ ગ્રંથ પર આધારિત હોવા છતાં બે અલગ ધર્મો કે ધર્મસંપ્રદાય, ધર્મગ્રંથની રજૂઆત અને એનું અર્થઘટન જુદી જુદી રીતે કરે. આ સંજોગોમાં વિરોધાભાસી અર્થઘટન આપતા ધર્મો કે ધર્મસંપ્રદાયની અરસપરસની પ્રૌઢતા શી રીતે સ્થાપી શકાય ? ધર્મગ્રંથને જ ધર્મને આધાર બનાવી દેવાથી, એ ન સ્વીકારનાર ધર્મ ધર્મ 3