SearchBrowseAboutContactDonate
Page Preview
Page 449
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મનું ભાવિ 435 પહેલાં, બીજા બધા જ માર્ગો અજમાવી લે છે. એથી અધિકારીને એ સતત મળતો રહેશે, આમ જનસમુદાયને એ અપીલ કરશે, જનસમુદાયના વિચારઘડતરમાં એ ફાળો આપશે અને પિતાને સાંભળવા જે કોઈ તૈયાર હોય એ બધાની સમક્ષ એ શાંતિથી, રવસ્થતાથી પોતાના વિચારો રજૂ કરશે અને આ બધું કર્યા પછી એ સત્યાગ્રહને આશરો લેશે. સત્યાગ્રહને વિશે ગાંધીજી વધુમાં કહે છે:૨૨ સત્યાગ્રહ અને અસહયોગ તથા સવિનય અવજ્ઞા જે સત્યાગ્રહની શાખાઓ સમાન છે એ કષ્ટ સહેવાના તેમ જ આત્મબલિદાનનાં નવાં નામે છે. પૂર્ણ હિંસાના વાતાવરણમાં જે ઋષિઓએ અહિંસાને નિયમ શોધી કાઢયો એ ન્યૂટનના વ્યક્તિત્વ કરતા મહાન વ્યક્તિત્વધારી છે. તેઓ વેલિંગ્ટન કરતા મહાયોદ્ધા હતા. શસ્ત્રવિદ્યામાં તેઓ પ્રવીણ હતા. એમ છતાં શસ્ત્રોની નિરર્થકતા તેઓ સમજી શક્યા અને એથી એમણે થાકેલા અને હારેલા સમાજને એમ શીખવ્યું કે એમની મુક્તિનો માર્ગ હિંસા નહીં પરંતુ અહિંસા છે. સત્યની પ્રાપ્તિને માટે પ્રતિકારને આશ્રય લેવાય ત્યારે પણ તે પ્રતિકાર અહિંસાત્મક હો જોઈએ એ ગાંધીજીની ધ્યેયપ્રાપ્તિની સાધનાની એક અવનવી દેણ છે. ઉપસંહાર : ગાંધીજીના આવા સમન્વયકારી વલણનું તાત્પર્ય સમજાવતાં ટેનિસન કહે છે: 123 "India, then, for matriarchal, historical, geogrophical and spiritual reasons, still honours the Saint above the film-star, political boss, the base-ball hero. But the type of saint that India honours has changed. After centuries of meditative sloth, sannyasins have come down from Himalayan peaks, emerged from forest hide-outs, stripped themselves of ashes and excrement in order to endure the rigours of love in the all too human dust from which their fore-runners shook them122 ગાંધી સંસ્મરણ ઔર વિચાર, પા. પ૦૩ 123 ટેનિસન : ઈયિાસ કિંગ સેઈન્ટ, ન્યુયેક, 1955, પા. 182
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy