SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ કર૮. ધર્મનું તુલનાત્મક અધ્યયન હાદને જ રજૂ કરે છે. વળી, સેતાન પિતાના હોઠ પર જ્યારે ઈશ્વરનું નામ ધારણ કરે છે ત્યારે, સંતાનની સફળતા અનેકગણી હોય છે. યુરોપ, ખરી રીતે તે મેનન ( Mammon)ની જ પૂજા કરે છે. જિસસ ક્રાઇટે કહ્યું છે કે ઈશ્વરના સામ્રાજ્યમાં અમીર માનવીને પ્રવેશ મેળવવા કરતા, સાયના કાણામાંથી ઊંટને પસાર થવું સરળ છે. જિસસના કહેવાતા અનુયાયીઓ એમની ભૌતિક પ્રાપ્તિને એમના નૈતિક વિકાસની પારાશીશી માને છે. અહીંયાં એ જોઈ શકાશે કે માનવજીવનનાં વિવિધ ક્ષેત્રોને માપવાને માટે ગાંધીજીએ સ્વીકારેલ પારાશીશી એ ધર્મ છે, અને એથી એમની વિચારધારામાં ધાર્મિક અને ભૌતિકને ભેદ સ્વીકારાયેલ જ છે, એટલું જ નહિ પરંતુ આ ભેદ કેટલીક વેળા ઘર્ષણનું સ્વરૂપ પણ ધારણ કરે એમ સ્વીકારાયું છે. ધર્મ-સમન્વયના ગાંધીજીના પ્રયાસ સમજવાને માટે દુનિયાના કેટલાક મુખ્ય ધર્મો વિશે એમણે ઉચ્ચારેલાં કથન સમજવા જરૂરી છે. બૌદ્ધધર્મ વિશે તેઓ કહે છે :103 બુદ્ધના ઉપદેશો હિન્દુસ્તાનમાં જ પરિપૂર્ણ થયા અને હકીકતમાં એમ જ હાય કારણકે ગૌતમ હિંદુઓના હિંદુ હતા. હિંદુધર્મમાં જે શ્રેષ્ઠતમ હતું એ બધુંયે એમનામાં ઘનિષ્ઠ રીતે સ્વીકારાયું હતું અને વેદના કેટલાક મૃતઃપ્રાય ઉપદેશને એમણે નવજીવન અપ્યું. હકીકતમાં બુદ્ધ હિંદુધર્મને ઈન્કાર કર્યો નથી, એમણે તો હિંદુધર્મને પાયો વિરતાર્યો છે. હિંદુધર્મને એમણે એક નવીન જીવન અને નુતન અર્થઘટન આપ્યાં છે. ઈશ્વર જેવી સત્તા ફ્રેષમય હોય, પિતાનાં કાર્યો માટે પ્રાયશ્ચિત્ત કરવું પડે એવી હેય અને દુન્યવી રાજાઓની જેમ એમના ગ્રાહક તરફથી લાંચ અને પ્રલોભનેને પાત્ર હોય એ બાબતોને એમણે સબળતાપૂર્વક ઇન્કાર કર્યો હતે. વળી, ઈશ્વર જે સર્વ સૃષ્ટિને કર્તા હોય તે એવા ઈશ્વરના આનંદને માટે જીવિત પ્રાણીઓની હિંસા કરી, તેમના લેહીને એને અભિષેક આપવાના વિચારનો પણ એમણે પ્રબળ વિરોધ કર્યો. પરંતુ આમ કરવામાં એમણે તે ઈશ્વરને એના સાચા સ્થાને પુનઃસ્થાપિત કર્યો. એમણે એક એવા અનંત અને નિશ્ચિત નૈતિક નિયમની રજૂઆત કરી અને સમસ્ત સૃષ્ટિ પર એનું જ આધિપત્ય પ્રવર્તે છે એમ કહ્યું. એમને આ નિયમ તે જ ઈશ્વર. 103 એજ, 24-11-27
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy