SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ 426 ધર્મોનું તુલનાત્મક અધ્યયન contact with men. Do not make me a dry ascetic. " 242 એમને દેવી માને આદેશ મળે છે: "Stay on the threshold of relative consciousness for the love of humanity. " 241H, માનવજાતથી વિમુખ થઈ એકાંત વૈરાગ્ય માર્ગને આશરો લેવાનું એમણે ઉચિત ન માન્યું અને માનવજાતના પ્રેમને માટે દૈવી શક્તિએ એમને જનસમુદાય સેવા અર્થે સમાજમાં રહેવાને આદર્શ આપ્યો. માનવસેવાના કાર્યની પ્રેરણા એમના આ આધ્યાત્મિક અનુભમાંથી પ્રાપ્ત થઈ રામકૃષ્ણને બંધ : શ્રી રામકૃષ્ણ જીવ-શિવ એકત્વ ખૂબ સ્પષ્ટ રીતે રજૂ કર્યું છે. પ્રત્યેક જીવ ઈશ્વર સ્વરૂપ છે એમ તેઓ માનતા. જીવ-શિવ એકત્વની રામકૃષ્ણની ભાવના સામાન્ય ભક્તની એવી ભાવના કરતા સવિશેષ ચઢિયાતી હતી. સર્વ જીવ તરફ દયાભાવની ભાવના રામકૃણ વાજબી નહેતા લેખતાં. કારણકે જો જીવ શિવ રવરૂપે હોય તે એક જીવ બીજા જીવન એટલે કે શિવને માત્ર દયાભાવ શી રીતે બતાવી શકે? એમણે કહ્યું છે : "They talk of mercy to the creatures ! how audacious it is to think of showing mercy on the Jiva who is none other than "Siva'. One has to regard the creature of God as Himself and proceed to serve it with a devout heart, instead of taking up the pose of doling out mercy"?O? રામકૃણના આ કથન વિશે વામી વિવેકાનંદે એમના એક સાથીદારને કહ્યું : "I have heard today a saying of unparalled significance. If time permits I shall communicate to the world the profound impact of this marvellous utterence." માનવસેવા દ્વારા પ્રભુ ભક્તિની રીત સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરીને સિદ્ધ કરી. દરિદ્રનારાયણમાં પ્રભુ પ્રત્યક્ષ થાય છે, અને એમની સેવા દ્વારા જ આધ્યાત્મિક મૂલ્ય સિદ્ધ કરી શકાય એમ છે એમ એમણે સ્વીકાર્ય અને એ અનુસારનું કાર્ય કર્યું. 101 કલ્ચરલ હેરિટેજ ઑફ ઇન્ડિયા ગ્રંથ 4, પા. 681
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy