SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ 402 ધર્મોનું તુલનાત્મક અધ્યયન હિંદુધર્મના યોગમાં જે ચેતન અવસ્થાઓ પ્રાપ્ત થાય તેવી પદ્ધતિઓ આપવાને આ સંપ્રદાય પ્રયાસ કરતા હતા. એની સાથે જ પરમતત્વ અથવા તો ગૂઢ તત્ત્વમાંથી નિષ્પન્ન થતી બાબતે અંગે માહિતી આપતા હતા. એમના આવા ઉધમાંના ઘણાખરા આજે આપણને અર્થહીન લાગે. પરંતુ આપણે એને તિરસ્કારપૂર્વક ઈન્કાર કરે જોઈએ નહિ. કારણકે તે સમયનું સેક્યુલર વિજ્ઞાન જેને માનવામાં આવતું હતું તેનું તે પ્રતિનિધિત્વ કરતું હતું. દેવ-જ્ઞાનવાદ (gnosticism) ને ન્યાય આપવા માટે આપણે એને વિચાર ખ્રિસ્તી ધર્મ અને પૂર્વના ધર્મોની વ્યાપક જટિલતા વચ્ચે સંબંધ સ્થાપવાના સત્ય પ્રયાસ તરીકે, કર જોઈએ. આવા પ્રયત્નોમાં એક પ્રખ્યાત અને વિશિષ્ટ પ્રયત્ન “મની'ને છે. મનીને. જન્મ એક પર્શિયન ઉમદા કુટુંબમાં ઈ. સ. ૨૧૫માં બેબિલનમાં થયો હતો. પૂર્વેની પુરાણી સંસ્કૃતિઓમાંથી મનોએ સૃષ્ટિ-સર્જનના ખ્યાલ મેળવ્યા. એમણે જરથુસ્તધર્મમાંથી વૈશ્વિક અને મૃત્યુ, અને તે પછીની અવસ્થા અંગેના સિદ્ધાંત લીધા. ભારતીય બોધિમાંથી તપશ્ચર્યાયુક્ત જીવન-વ્યવસ્થાને વિચાર લીધે. આ બધાના સંમિશ્રણમાં એમણે ખ્રિસ્તી ધર્મના કેટલાંક અંગોને ઉમેરે કર્યો આથી એમની પદ્ધતિની અસર અનેકગણી વધી. આનું પરિણામ એ આવ્યું કે એક નવા ધર્મનું, ઇસ્લામ જેવા જ એક સ્વતંત્ર ધર્મનું સર્જન થયું અને એ ધર્મ મનિચીયાનીઝમ તરીકે ઓળખાવવા માંડ્યો. મનિચીયાનીઝમની વિશેષતા એ છે કે ખ્રિસ્તી ધર્મની સાથેના સંપર્કમાં એ વધ અંશે ખ્રિસ્તી થવાનું વલણ ધરાવે છે. એ જ પ્રમાણે તુર્કસ્તાનમાં જ્યાં બૌદ્ધ ધર્મ સાથે એને સંપર્ક છે ત્યાં એ બૌદ્ધ દષ્ટિબિંદુની સમીપ રહેવાનું વલણ ધરાવે છે. પરંતુ આવા વલણ છતાં એ એક વિશિષ્ટ ધર્મ રહ્યો છે અને એમાં એની તેજસ્વી મેધાવી દષ્ટિગોચર થાય છે. . સ. ની ચોથી સદીમાં મનિચયન ધર્મના અનુયાયીઓ સંખ્યાની દૃષ્ટિએ વધ્યા અને એમની અસર પણ વધી. હિપના સંત અગસ્ટાઈનને એમના ધર્મના અનુયાયી બનાવવામાં એમને સફળતા મળી. ત્યાર પછીની ઘણી સદીઓ સુધી પૂર્વ યુરોપમાં મનિચીયાનોઝમની સાથે સરખાવી શકાય એવી વિચારણા અસ્તિત્વમાં રહી. આધુનિક થિયોસોફીને કોઈપણ અર્થમાં મનિચીયન ચળવળના સીધા પરિપાક તરીકે ઓળખાવી શકાય એમ નથી. આમ છતાં, પૂર્વની વિચિત્ર ધાર્મિક પદ્ધતિએના જુથની, એ વારસ છે એમ માનવાને શંકા નથી.
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy