________________ ધિર્મ-યુગલ-જૂથે તુલના ૩૭૯જે રીતે જનધર્મ અને બૌદ્ધધર્મ હિંદુધર્મમાંથી ઉદ્દભવ્યા છે એ રીતે શીખધર્મ હિંદુધર્મમાંથી ઉદ્ભવ્યો નથી. પરંતુ હિંદુધર્મ અને ઇસ્લામ ધર્મના દીર્ઘકાલીન સહઅસ્તિત્વને પરિણામે એ બંનેના સમન્વયકારી પ્રયાસ તરીકે શીખધમ ઉદ્ભવ્યો છે એમ કહી શકાય. હિંદુધર્મ અને જનધર્મની તુલના કરતી વખતે આપણે એ જોયું કે, એ બંને ધર્મોમાં મૂળ સ્વરૂપે અનેક ભેદ હોવા છતાં, એક જ પ્રદેશમાં દીર્ઘકાલના સહ-- અસ્તિત્વને પરિણામે, અરસપરસની અસર વ્યાપક પ્રમાણમાં અને મહત્વના બધા વિષયમાં તથા આચરણમાં થઈ છે. તે વેળા આપણે એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે હિંદુધર્મ અને ઇસ્લામનું પણ એક જ પ્રદેશમાં દીર્ધકાલનું સહઅસ્તિત્વ હોવા છતાં પરપરની આવી અસર વર્તાતી નથી. અહીંયાં આપણે હિ દુધર્મ અને શીખધર્મની તુલના કરીએ છીએ. હવે પછી ઇસ્લામ અને શીખ ધર્મની તુલના કરીશું. એ બંને તુલનાને પાસપાસે મુકીશું ત્યારે સમજાશે કે હિ દુધર્મ અને ઇલામધર્મની એકબીજાની પરસ્પર વ્યાપક અસર ન થઈ હોવા છતાં, એની અસર જરૂર હતી એને નિર્દેશ શીખધર્મમાંથી પ્રાપ્ત થાય છે. જનધર્મ અને બૌદ્ધધર્મનો ઉદ્દભવ હિંદુધર્મના વિરોધમાંથી થયો અને એથી. એમણે વિચલનને માર્ગ લીધે. શીખધર્મે હિંદુધર્મની સામે એ કઈ બળ. પોકાર્યો હોય એવું જાણવામાં નથી અને છતાં હિંદુધર્મના બધા ય અંશને એમાં સ્વીકાર નથી, એના કેટલાક અંશેને ફેરફાર કરી એમાં સુધારો કરવામાં આવ્યો છે, એ વાત પણ એટલી જ સાચી. આથી હિંદુધર્મને મુકાબલે જે જૈનધર્મને અને બૌદ્ધધર્મને વિચલક તરીકે ઓળખાવવામાં આવે તે શીખધર્મને સમન્વયી તરીકે જરૂર ઓળખાવી શકાય. શીખધર્મને ધર્મગ્રંથ હિંદુધર્મના ધર્મગ્રંથ કરતા ભિન્ન છે અને છતાં એટલું નેંધી શકાય કે જેમ હિંદુધર્મના ધર્મગ્રંથ ધર્મશાસ્ત્રોમાં સતત સમાવિષ્ટ થતા રહ્યા, તેમ જ શીખધર્મના ધર્મગ્રંથ વિશે પણ થયું. ઈશ્વરના ખ્યાલમાં શીખધર્મે હિંદુધર્મના પરબ્રહ્મને ખ્યાલ રવીકાર્યો. બ્રહ્મનું નિણ તત્ત્વ શીખધર્મમાં સ્વીકારાયું અને એથી હિંદુધર્મને બ્રહ્મવાદ એણે સ્વીકાર્યો. પરંતુ એની સાથે જ હિંદુધર્મમાં પ્રાપ્ત ઈશ્વરનું સગુણ સ્વરૂપ તેમ જ અનેકેશ્વરવાદની ભાવના શીખધર્મમાં સ્થાન પામી નહીં. આમ, ઈશ્વર ભાવનામાં શીખધર્મ પર ઇલામના એકેશ્વરવાદની વ્યાપક અસર છે, એ સ્પષ્ટ રીતે જોઈ શકાશે. હિંદુધર્મના ધર્મ રવરૂપને સ્વીકાર કરીને, એની અનેકેશ્વરવાદની ભાવનાને તેમજ સગુણ ઈશ્વરના ખ્યાલને દૂર કરવાનો પ્રયાસ માત્ર શીખધર્મમાં ગુરુ નાનક દ્વારા