________________ ધર્મના અધ્યયનની પદ્ધતિઓ પ્રશ્નના સમાન ઉત્તર હોવા છતાં ઉત્તરોમાં વૈવિધ્ય હોય છે. આ બધાને ખ્યાલ પામવાને માટે ધર્મના તુલનાત્મક અધ્યયનની પદ્ધતિ ઉત્તમ છે. આપણા ધર્મના અધ્યયનમાં મુખ્યત્વે કરીને આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીશું. આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય એ માટે એ સમજવું જરૂરી છે કે તુલના ત્યારે જ શક્ય છે, જ્યારે જે અંગે વચ્ચે તુલના કરવાની છે એની પૂર્વસમજ પ્રાપ્ત હોય. આથી આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ તે પહેલાં પ્રત્યેક ધર્મના મહત્ત્વનાં અંગોની સમજ પ્રાપ્ત કરી લેવી જરૂરી થઈ પડશે. વળી એ પણ સેંધવું જરૂરી છે કે તુલનાત્મક પદ્ધતિના ઉપયોગની સાથે સાથે આગળ સૂચવેલી વિવિધ પદ્ધતિઓમાં એક યા વધારે ઉપયોગ કરવો પણ આવશ્યક બની રહે છે. ધર્મોના અધ્યયન માટે તુલનાત્મક પદ્ધતિનો ઉપયોગ કરતી વેળા જે દૃષ્ટિબિંદુ અપનાવવામાં આવે છે તે મહત્વનું બને છે. ખરી પદ્ધતિ અપનાવ્યા છતાં, દષ્ટિબિંદુ ખોટું હોય તે એમાંથી સ્વીકાર્યું પરિણામ નીપજી શકે નહિ..