________________ ધર્મબેધ વિષય તુલના 339 શક્ય બને છે, અને આથી જ માત્ર શિષ્ટ જીવનની સામે તથા આધુનિક જમતના શિષ્ટાચારની સામે ધર્મ અનુયાયીની ધાર્મિક ભાવના બળે પિકારે છે. આ બધા પરથી આપણે એ જોઈ શકીશું કે ધર્મને નીતિવિચાર ગહન છે. માનવ-માનવના સંબંધની રચના ઉપરથી જ, માનવ અને ઈશ્વરના સંબંધ તરફ જઈ શકાય. એ પ્રકારની નીતિ આચરણનો આધાર વિશ્વના પ્રવર્તમાન બધા જ, ધર્મો આપવાનો પ્રયત્નશીલ છે. માનવ-માનવ સમાનતા અને માનવ-માનવ ભ્રાતૃભાવના પર જ, એક માનવ સમાજની રચના સંભવિત છે. જે સમગ્ર સૃષ્ટિનું દૈવીતત્ત્વ એક જ હોય અને એ તત્ત્વ સર્વોપરી હોય તો આ સિવાય અન્ય શું સંભવી શકે ? 6. અનિષ્ટ : ધર્મમાં ઈશ્વરની સર્વોપરિતા સ્વીકારવામાં આવે છે, અને એથી જ્યારે પણ જગતમાં કોઈપણ પ્રકારનું અનિષ્ટ જોવામાં આવે છે ત્યારે ઈશ્વરની સર્વોપરિતા સાથે, એમની ન્યાયત્તિ અને દયાભાવના સાથે એને શી રીતે સુસંગત કહી શકાય? એ પ્રશ્ન મહત્ત્વનો બને છે. આથી જ, પ્રત્યેક ધર્મમાં અનિષ્ટની ચર્ચા વિસ્તૃતપણે કરવામાં આવી છે. અનિષ્ટના અસ્તિત્વનો રવીકાર લગભગ બધા જ ધર્મોમાં થયું હોવા છતાં એના સ્વરૂપ વિશે એકવાક્યતા નથી. એટલું જ નહીં, પરંતુ કેટલાક ધર્મોમાં તે એની ઝાઝી ચર્ચા પણ જોવા મળતી નથી. એથી અનિષ્ટને વિશે ઉપસ્થિત થતા બીજા અનેક પ્રશ્નો વિશે પણ એ ધર્મોમાં કઈ ઉલ્લેખ પ્રાપ્ત થતા નથી. આપણે જ્યારે અનિષ્ટને વિચાર કરીએ ત્યારે કેટલાક મહત્વના પ્રશ્ન આપણા મનમાં ઉપસ્થિત થાય છે. ભૌતિક દુઃખ અને શારીરિક દુઃખને એકસમાન તરીકે ગણી શકાય ખરા ? જે ભૌતિક દુઃખ વ્યક્તિના શારીરિક દુઃખ કરતા ભિન્ન પ્રકારના હોય, તે એ બંનેને સમાન રીતે ઉલેખ કરી શકાય ખરો ? આ માટે કેટલીક વેળા - શારીરિક અનિટને માટે નીતિશાસ્ત્રમાં અનિષ્ટને શબ્દપ્રયોગ કરવામાં આવે છે અને ધર્મશાસ્ત્રમાં બધાં અનિષ્ટોને આવરી લે એવો અસતનો પ્રવેશ કરવામાં આવે છે. આપણે અહીં “અનિષ્ટને પ્રયોગ કરીશું. તે એટલા માટે કે અસત. એ રીતે વપરાય છે–એક, ઉપર રજૂ કર્યો એવા વ્યાપક અર્થમાં અને બીજો, સત્ય નહીં એવું એ અર્થમાં વપરાય છે. બધા જ ધર્મો અનિષ્ટને અસત્ય તરીકે, અસત. ' તરીકે, (unreal or nonexistent) જેનું અસ્તિત્વ નથી એ તરીકે સ્વીકારતા નથી. એવી અસત કરતાં અનિષ્ટ શબ્દ વધુ સ્વીકાર્યા લાગે છે.