________________ 334 ધર્મોનું તુલનાત્મક અધ્યયન રૂઢિ દ્વારા પ્રાપ્ત થયા હોય. આથી નીતિ વ્યવહારમાં પ્રશ્ન નિયમોના સ્વીકારને નહીં, અથવા તે નિયમોના સ્વીકારપૂર્વકના આચરણને નહીં, પરંતુ નિયમોના આચરણને - છે. આથી જે વ્યક્તિનું આચરણ નિયમ અનુરૂપનું હોય એ નીતિવાન કહેવાય છે. સમાજ એને નીતિવાન તરીકે સ્વીકારે છે અને એ અનુસારને જે કંઈ મે અને પ્રતિષ્ઠા હોય એ પણ એ પ્રાપ્ત કરે છે. આમ, વ્યક્તિગત જીવનમાં - નીતિના નિયમોનું આચરણ કરીને વ્યક્તિ નિશ્ચિત સ્વરૂપે સમાજની સાથે - સંબંધિત થાય છે. ધર્મજીવનને આધાર બાહ્ય નિયમ પર નહીં પરંતુ આંતરિક સૂઝ પર અવલંબે છે. જ્યારે પણ ધાર્મિક જીવનને આધાર બાહ્ય નિયમો પર હોય ત્યારે તે, એ નિયમના વ્યક્તિના રવીકાર પર આધારિત બને છે. આથી નિયમોની બાહ્યતા રહેતી નથી અને એ સ્વનિયમન બની જાય છે. નીતિજીવન અને ધર્મજીવન વિશે બીજો એક મહત્ત્વને ભેદ સમજી લેવો જરૂરી છે. નીતિજીવન માનવ-માનવના સંબંધે પૂરતું મર્યાદિત છે. ધર્મજીવનમાં પણ માનવ-માનવ વચ્ચેના સંબંધે પર્યાપ્ત છે જ. પરંતુ તેથી યે વિશેષ ધર્મ જીવનમાં માનવ અને ઈશ્વરના સંબંધને મુખ્ય ખ્યાલ હોય છે. આથી, જે માણસ ધાર્મિક નથી, એટલે કે જે માણસ ઈશ્વરને કે ઈશ્વર સાથેના કોઈ સંબંધને સ્વીકારતો નથી, એ માણસ નીતિવાન હોઈ શકે–એ અર્થમાં કે એ નીતિના નિયમોનું પાલન કરે છે. પરંતુ જે વ્યક્તિ ધાર્મિક છે એ તે નીતિવાન પણ હોવી જરૂરી છે. કારણકે જે વ્યક્તિ અન્ય માનની સાથેના સંબંધમાં મેગ્ય છે એ જ ઈશ્વર સાથેના સંબંધમાં યોગ્ય બની શકે. આમ - ધર્મજીવન માટે નીતિમય જીવન અનિવાર્ય છે, જ્યારે નીતિમય જીવન માટે ધર્મજીવન અનિવાર્ય નથી. અને છતાં આપણે એ નોંધવું જોઈએ કે કેટલીક વેળા વ્યક્તિની ધાર્મિક સભાનતાને, નીતિના રવીકારાયેલ આદર્શો અધાર્મિક લાગે, અસ્વીકાર્ય લાગે એ સંભવી શકે. અને આમ થાય ત્યારે એ એવા નીતિનિયમોનું પાલન ન પણ કરે. જ્યાં સુધી નિયમોને રવીકાર થતું રહે ત્યાં સુધી પરિવર્તનની શક્યતા નહીંવત છે. જેઓ પ્રચલિતને, પ્રસ્થાપિતને અસ્વીકાર કરે છે તેઓ જ પરિવર્તન સર્જે છે. એ સામાન્ય કથન માનવજીવનનાં અનેકવિધ ક્ષેત્રની જેમ નીતિનાં ક્ષેત્રોને પણ એટલું જ લાગુ પડે છે.