SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩ર ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઘર હોય એમ મનાય છે. ખ્રિસ્તી ધર્મમાં દેહનું પણ પ્રાધાન્ય સ્વીકારવામાં આવે - છે અને દેહ તે છપનનાં મૂલ્ય સાકાર કરવાને માટેનું એક મહત્વનું સાધન છે એમ સ્વીકારાય છે. આથી દેહનો અનાદર કે નિષ્કાળજી કરવાની નથી. પરંતુ ઈશ્વરના આદેશને વહન કરવાને માટે દેહ પણ યોગ્ય રીતે શક્તિવાન રહે એ માટેના પ્રયત્ન કરવાના છે. ખ્રિસ્તી ધર્મને આ વિચાર મહત્ત્વનો છેજ્ઞાનના વિકાસની સાથે હવે તે એ લગભગ સાર્વત્રિક સત્ય તરીકે સ્વીકારાયું છે કે પાપાચરણમાં માનવીના દેહ કરતાં માનવીના મતને ફાળો ઓછો નથી. મનને વિચાર આશયમાં નહિ પરિણમે ત્યાં સુધી દેહ એનો આદેશ ઉઠાવવા માટે તત્પર બનતો નથી. પ્રત્યેક કાર્ય દેથી નહીં, પરંતુ વિચારના આશયથી અને મનોઆદેશથી નીપજે છે, એ હકીકત પ્રવર્તમાન ધર્મોના શરૂઆતના તબક્કે, સ્પષ્ટપણે ન સમજી શકવાથી દેહકષ્ટની વિચારણું રજૂ કરવામાં આવી હોય એ સંભવે છે. અન્ય ધર્મોમાં જીવનો વિચાર જે વિવિધતાભરી રીતે થાય છે એમાં હિબ્રધર્મ જીવને પ્રભુના પ્રિય તરીકે, અને શીખધર્મ છવને પ્રભુના શિષ્ય તરીકે સ્વીકારે છે. શીખધર્મમાં તો ઈશ્વરથી જ જીવ ઉત્પન્ન થયો છે એમ કહેવાનો સાથે જ ઈશ્વરાજ્ઞા જ સર્વસ્વ છે અને જીવને આજ્ઞાપાલન સિવાય વિશેષ કરવાનું રહેતું નથી એમ કહેવામાં આવે છે. “ઈશ્વરની આજ્ઞાથી બધા ઉત્પન્ન થયાં. તેમની જ આજ્ઞાથી બધા સતનામમાં લીન થાય છે નાનક! ઈશ્વરની ઇચ્છા હશે તે પ્રમાણે થશે. તેના પ્રાણીઓની પાસે કોઈપણ જાતની સત્તા નથી.”૨૧ આમ શીખધર્મમાં જીવનને વિચાર એવી વિશિષ્ટતાપૂર્વક થયો છે કે જીવને કોઈ જાતની સ્વતંત્ર્યતા કે સત્તા નથી અને છતાં જો જીવ પિતાને વિશે એવી કંઈ માન્યતા ધરાવે અને માને કે હું બધું કરું છું” ત્યાં સુધી તેને કોઈપણ જાતનું સુખ મળતું નથી. 22 ઈસ્લામ ધર્મના જીવના ખ્યાલને માટે રૂમીની 23 આ રજૂઆત એગ્ય ખ્યાલ આપે છે. I am He whom I love and He whom I love is I We are two spirits dwelling in one body If thou seest me thou seest Him. And if thou seest Him thou seest us both. 21 ટ્રમ્પ, પા. 78 -22 એજ, પા. 400 23 જેકો, ગ્લીસ્પેસીસ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ, બેબે 1957 પા. 270
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy