________________ ધર્મબોધ વિષયતુલના . 329 એ જ પ્રમાણે જૈનધર્મમાં પણ મહાવીરની આગળ અનેક તીર્થ કરો થઈ ગયા અને મહાવીર છેવટના તીર્થકર છે. - કદાચિત્ એમ લાગે કે હિંદુધર્મની અવતારની ભાવના, એમાંથી ઉદ્ભવેલાં જેનધર્મ અને બૌદ્ધધર્મમાં જ છે. પરંતુ ખરેખર એમ નથી. ખ્રિસ્તી ધર્મમાં સિસને ઈશ્વરના પુત્ર તરીકે વર્ણવવામાં આવ્યા છે. એમના અલૌકિક જન્મની વાત આપણે અન્યત્ર નોંધી છે. આ બધું એમનું દૈવત્વ સ્થાપવા માટે જ કદાચ જરૂરી મનાવું હશે. જિસસને દેવના પુત્ર તરીકે સ્વીકારીએ કે દેવ તરીકે સ્વીકારીએ, અને એમને અવતાર તરીકે કહીએ એમાં મહત્ત્વને તફાવત ? હિંદુધર્મના વિવિધ અવતાર માનવદેહે પ્રત્યક્ષ થયા છે, અને ક્રાઈસ્ટ પણ એ જ રીતે પ્રત્યક્ષ થયા છે. આટલું જ નહીં પરંતુ જિસસના વધ સ્થંભ પર થયેલા વધ પછી ચાર દિવસે એમનું પુનરુથાન થાય છે. એમના આ પુનરુત્થાનને અવતાર તરીકે નહીં ઘટાવી શકાય ? ઇસ્લામમાં મહમદને ખુદાના પયગંબર તરીકે સ્વીકારાયા છે. એમના અનુયાયીઓ પિતે ખલીફ બન્યા છે. એ બધાને ઈશ્વરના અવતાર તરીકે લેખીએ તો કદાચિત અવતાર ભાવનાનો સમગ્ર ખ્યાલ બદલવો પડે. અહીં જે મુદ્દો રજૂ કરવાનો છે તે એ કે, માનવતામાં દૈવત્વ કે ઈશ્વરત્વના આરોપણ વિના, ધર્મપ્રવર્તક તરીકેનું કે ધર્મ ઉત્થાનનું કાર્ય એની પાસે કરાવવું સંભવિત નથી. આ પ્રશ્ન પરત્વે શિધર્મની પણ રજુઆત કરીએ. આપણે જોયું છે કે શિધર્મમાં તે સૂર્યદેવીની પ્રજા તરીકે મિકાઓનું અસ્તિત્વ છે. આવું દૈવી અરિતત્વ ઈ. સ. 1945 સુધી ચાલુ રહ્યું એ આપણે અન્ય સ્થળે જોયું છે. શું ઈશ્વરના અંશરૂપ અને ઈશ્વરના પ્રતિનિધિ સમા આ વિવિધ સમયે થયેલા મિકડાને પણ ઈશ્વરના અવતાર તરીકે સ્વીકારી શકાય ખરા ? જેમ ઇસ્લામધર્મને ખલીફને માટે કહ્યું તેમ અહીંયાં પણ એમ કહેવું જોઈએ કે આમાં ઈશ્વર અવતારને સવિશેષ અંશ પ્રત્યક્ષ થતો હોય એવું સ્વીકારી શકાય એમ નથી. તે પછી પ્રશ્ન એ ઊઠે છે કે અમુક પ્રત્યક્ષીકરણ અવતાર જ છે એમ શી રીતે કહી શકાય? આ એક મહત્વને પ્રશ્ન છે. એવી અનેક વ્યક્તિઓ છે જે પિતાને અવતાર તરીકે ઓળખાવવા માટે પ્રયત્નશીલ છે. જે એમ જ અવતાર સ્વીકારાઈ જતો હોય તે તે ઈશ્વરના અનેક અવતાર થયા હતા. એક અર્થમાં તે એમ પણ કહી શકાય કે સૃષ્ટિમાં જેટલા જીવ તેટલાં ઈશ્વરના અવતાર સૃષ્ટિના છે તેમના દૈવત્વનું જ્ઞાન પામી શકે છે.