SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન જિસસનો જન્મ થયો એ અલૌકિક પ્રકારે થયો હતો. જોકે જિસસના જીવનકાળ દરમ્યાન એમને જોસેફ અને મેરીના પુત્ર તરીકે ઓળખવામાં આવતા હતા. ગુરુ નાનકના જન્મ વિશે આવી કોઈ અલૌકિક વાત પ્રચલિત નથી. તમે એવા અનુભવો એમને એમની એવી ઉંમરે થયા કહેવાય છે જે અલૌકિક લાગે. નિશાળે એમને ભણવા મૂકવામાં આવ્યા ત્યારે સાત વર્ષની ઉંમરે એમણે એમના હિંદુ શિક્ષકને એમ કહ્યાનું કહેવાય છે કે વેદોને અભ્યાસ કરીને ઈશ્વરનું સત્યનામ સમજવા કરતાં તો એમની કૃપાથી જ સત્યનામ સમજવું વધારે સારું છે.૧૨ જગતના માનવ સ્થાપિત ધર્મોના સ્થાપકના જન્મ અંગે અથવા તે એમની સિદ્ધિ અંગેના આવા ઉલ્લેખોનું તાત્પર્ય શું હોઈ શકે ? કોઈપણ ધર્મ પ્રવર્તક પિતાના સમાજની અન્ય વ્યક્તિઓ કરતાં કંઈક સવિશેષ છે એ તે સહજ અને સ્વાભાવિક રીતે સ્વીકારાય એવી વાત છે. સામાન્ય કરતાં તેઓ સવિશેષ છે એ પણ સ્વીકારાય; પરંતુ તેઓને ખરેખર ધર્મજ્ઞાન પ્રાપ્ત થયું છે, તેઓ એ મેળવવાને પાત્ર છે એવું સામાન્ય જનસમુદાય શી રીતે સ્વીકારી શકે ? એથી એ સંભવિત છે કે જનસમુદાયમાં ધર્મ પ્રવર્તકના દૈવી સ્વરૂપનો ખ્યાલ આપવાને માટે એમના જન્મ વિશે આવા વિવિધ ચમત્કારે રજૂ કરવામાં આવ્યા હોય. અહીં પણ જરથુરત અને જિસસના જન્મને વિશે જે અલૌકિકતાની રજૂઆત કરવામાં આવી તે ખાસ નોંધપાત્ર છે. જરથુસ્તધર્મમાં અનિષ્ટ પર અને ખ્રિરતીધર્મમાં પાપ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ રીતના કુંવારી કન્યાને થયેલા અલૌકિક જન્મની રજૂઆત કરીને દુન્વયી વ્યવહાર પ્રમાણે માનવ સમાગમથી જન્મ થયો નથી એ શું એ બતાવવા કે આ જન્મ દૈવી છે ? કે પછી એમ બતાવવા કે માનવ સંબંધનું પાપ આમનામાં ઊતયું નથી ? શું પરિણીત સંબંધ. સંપૂર્ણપણે પાપરૂપ રવીકારી શકાય ખરે? કદાચિત નહિ. કારણકે લૌકિક વ્યવહારમાં ક્રાઈસ્ટને જોસેફ અને મેરીના પુત્ર તરીકે સ્વીકારવામાં આવે છે અને જરથુસ્ત પોતે જ લૌકિક ગૃહસ્થી જીવન જીવ્યા છે. આના અનુસંધાનમાં આપણે એ પણ સેંધવું જોઈએ કે પરિણીત જીવન અને સ્ત્રી-પુરુષ સંબંધ, ધર્મનું અવરોધક બળ છે એવું સામાન્યપણે સ્વીકારાયું નથી. આના ઉદાહરણ તરીકે, ધમંથાપકમાં શુદ્ધ, જરથુસ્ત, મહમદ અને નાનક, ધર્મસુધારકે પૈકી જૂથર કે જેમણે ૨હસ્થીજીવન સ્વીકાર્યું હતું એમનો ઉલ્લેખ કરી શકાય 12 એકાઉલીફ, 8 - 9
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy