________________ 250 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. સ્વરૂપની ઝાંખી થઈ શકે તથા તેમની સાથે સંબંધ સ્થાપી શકે. તેઓ એમ પણ માનતા કે બુદ્ધિમાગે તે અટપટા છે અને ગૂંચવાડાભર્યા છે. આમ બૌદ્ધધર્મનું જાપાનમાંનું અસ્તિત્વ વિવિધ પંથોમાં છે. અહીં આપણે એટલું નેંધવું જોઈએ કે જાપાનમાં પ્રવેશેલ બૌદ્ધધર્મે–પછી તે ગમે તે પંથ અનુસાર અસ્તિત્વમય હોય–મહાયાન પ્રકાર છે. ઘ. પ્રભુ સામ્રાજ્ય પંથ : છેલ્લાં થોડાં વર્ષોમાં જાપાનમાં ખ્રિસ્તી ધર્મને પણ પ્રવેશ થયો છે. અનેક દેશના ખ્રિસ્તી મિશને જાપાનમાં અસ્તિત્વમાં છે અને પોતાની રીતે કામ કરે છે. વળી જાપાનમાં ખ્રિરતીઓ પણ યુરોપ અને અમેરિકા જેવા વિકસિત દેશામાં તાલીમ લઈ આવ્યા છે. આ બધાને પરિણામે છેલ્લાં થોડાં વર્ષોમાં જાપાનમાં એક નવી ચળવળ ઉપડી છે. એ ચળવળના પ્રણેતા “યેહીકે કાગાયા છે. આ ચળવળનું નામ પ્રભુના સામ્રાજ્યની ચળવળ એવું અપાયું છે અને સમસ્ત ખ્રિરતી જગતમાં આને અનુરૂપ અન્ય કોઈ દાખલ નથી. પ્રભુનું સામ્રાજ્ય સ્થાપવાની ચળવળને ઉદ્દેશ એના નામ મુજબ પ્રભુનું સામ્રાજ્ય. સ્થાપવાને છે. પરંતુ એ સિદ્ધ કરવાને માટે એમને માર્ગ ધ્યાન ખેંચે એવે છે. તેઓ લોકોની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ સુધારવાના કાર્યમાં રચ્યાં રહે છે. ખાસ કરીને ઔદ્યોગિક કારીગરો અને ખેતમજૂરની ઉન્નતિને માટે તેઓ પ્રયત્નશીલ છે. આ થઈ શકે એ માટે તેઓ સહકારી સમાજની સ્થાપના કરે છે. આ ચળવળ ગતિશીલ બની રહી છે અને સંભવિત છે કે આ પ્રકારને વિચારપ્રવાહ એક નવા જ માર્ગની દિશા સૂચવે. ખાસ કરીને સામ્યવાદ જ્યારે સામાજિક અને આર્થિક એક્તા લાવવા ધર્મના સંહારની વાત કરે છે ત્યારે ધર્મમાગ દ્વારા જ સામાજિક એક્તા અને આર્થિક સમાનતા અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકાય એ સૂચવતી ચળવળ અને એ માર્ગે આગળ વધતા પથ ભવિષ્યની દૃષ્ટિએ જરૂર મહત્ત્વને લેખી શકાય. અહીંયાં આપણે એ પણ સેંધવું જોઈએ કે જગતના અનેક દેશોમાં આ પ્રકારની વિચારસરણી આકાર લઈ રહી છે. કેટલાંક રાષ્ટ્રોમાં આ વિચારસરણી આચારની કક્ષાએ પણ પહોંચી છે. પરંતુ આ બધાંનાં પરિણામે નિશ્ચિતપણે માપો શકાય એ સ્વરૂપનાં નથી. દાખલા તરીકે, ભારતમાં પ્રચલિત બનેલ સર્વોદયની