________________ શીખધર્મ 237e રંગ ઘેળો રાખવો જોઈએ કે ભૂરે કે ભગવે; વસ્ત્રની લંબાઈ કેટલી રાખવી જોઈએ, કેશ રાખવા જોઈએ કે એનું મુંડન કરાવી શકાય, એવા જુદા જુદા. મતભેદો પર આવા પંથે પડ્યા છે. આમ છતાં, શીખધર્મમાં કેટલાક મહત્ત્વના પંથને અહીં ઉલ્લેખ કરીએ. 1. નિવૃત્તિપરાયણ જેઓ નાનકના ઉપદેશમાં માને છે અને જેઓ માત્ર એમના જ માર્ગને. અનુસરવાને માટે તૈયાર છે એવા ગુરુ નાનકના સુરત અનુયાયીઓ આ પંથમાં, સમાવિષ્ટ છે. 2, પ્રવૃત્તિપરાયણ જે અનુયાયીઓ ગુરુ ગોવિંદસિંહના ઉપદેશમાં માને છે અને તેમને ગુરુ તરીકે સ્વીકારી તેમના જ અનુયાયીઓ થવાનું પસંદ કરે છે, તેઓ ખાલસા-મંડળના સભ્યો બને છે અને તેઓ પ્રવૃત્તિપરાયણપંથી તરીકે ઓળખાય છે. આ ઉપરાંત બીજા પણ કેટલાક શીખપંથે છે - જેવા કે, ઉદાસી - જગત પર વૈરાગ્યભાવ રાખનારા. સુષે - પવિત્ર સાધુઓ તરીકે ભેખ લેનાર. દીવાને - પાગલ સાધુઓનું જૂથ. નિર્મલ- આજીવન બ્રહ્મચારીનું વ્રત સ્વીકારનાર. અકાલી - અનંત સત્તાને પૂજનાર નિત્ય પદાર્થ કાલાતીત છે એમ દઢપણે માનનારાઓનું જૂથ. સંદર્ભ ગ્રંથસૂચિ કનંગહામ, જે. ડી. : હિસ્ટરી ઓફ શીન્સ, જોન મૂરે, લંડન, 1849 ખસનસીંગ : હિસ્ટરી એન્ડ ફિલોસોફી ઓફ શીખ રિલિજ્યિન, લાહોર, 1914 ગ્રીનલીઝ, ડંકન : ધી ગોસ્પેલ ઓફ ધી ગુરુ ગ્રંથસાહેબ, ધી થિયોસોફિકલ પબ્લિશિંગ હાઉસ, મદ્રાસ, 1952 ટ્રમ્પઃ ગ્રંથનું ભાષાંતર એકાઉલીફ. એમ. એ. : ઘી શીખ રિલિજિયન, ઇટસ ગુરૂસ, સેક્રેડ રાઈ ટિલ્સ એન્ડ એથર્સ, ઓક્ષફર્ડ, 1909, 1919 - લાઈફ ઓફ ગુરૂ નાનક સીંગ, તેની : એસેઝ ઈન શીખીઝમ, શીખ યુનિ. પ્રેસ, લહેર, 1944