SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ઇસ્લામધર્મ 211 લાવો ત્યારે તેનો પાંચમો ભાગ અલ્લાહને, પયગંબરને, પાસેના સગાંઓને, અનાથને, ગરીબને અને વટેમાર્ગુઓને આપ.૩૪ ત્રણે, હજ: પ્રત્યેક મુસલમાન જીવનમાં ઓછામાં ઓછા એક વેળા મક્કાની જાત્રાએ જાય અને ત્યાંની મસ્જિદની પ્રદક્ષિણા કરી કાબાને ચુંબન કરે એ આદેશ અપચેલે છે. આ યાત્રાને હજયાત્રા તરીકે ઓળખાવાય છે. વળી, એ અપવાદ પણ મૂકવામાં આવ્યો છે કે જે કોઈ અનુયાયી પિતે હજ કરી શકે એમ ન હોય તેણે પિતાને બદલે બીજા કોઈને આ કામ માટે મોકલ. હજ્યાત્રા ચંદ્રમાસમાં અમુક વિધિઓ અનુસાર કરવાની હોય છે. 35 ચાર, ઉપવાસ: રમજાન મહિનામાં જિબાઇલે મહમદને કુરાનને સંદેશ આપ્યો હતો. આ પવિત્ર મહિને તપનો સૂચક છે અને એથી આ મહિનામાં ઉપવાસ કરવાનો આદેશ અપાયેલ છે. તે આસ્તિક લેકે, તમારે રમજાન માસમાં ઉપવાસ કરવાનું છે. -જ્યારે તમારામાં કોઈપણ રમજાન માસના પ્રથમ ચંદ્રના દર્શન કરે કે તરત જ ‘ઉપવાસ શરૂ કરશે અને આખા રમજાન માસ દરમ્યાન હરદિન પ્રાતઃકાળે અંધકારમાંથી જરાક પ્રકાશ નીકળે ત્યાંથી રાત્રી પડે ત્યાં સુધી સખત ઉપવાસ કરે. રાત્રીથી પ્રાતઃકાળ સુધી ખાનપાન કરે કે 6 ઉપરની ચાર વિધિઓ ઉપરાંત પાંચમી પ્રાર્થના વિધિ સલાટ તરીકે ઓળખાવાય છે. એની વિચારણા આપણે આગળ કરી લીધી છે. આ પાંચને કેટલાક વિચારકો ઈસ્લામના સ્થંભ તરીકે પણ ઓળખાવે છે. પાંચ, જેહાદઃ ઇરલામમાં ધર્મ માટે હિંસા આચરવાનું કે લડાઈ કરવાનું અને જાન અર્પણ કરવાનું પણ કહેવાયું છે. આથી કેટલાક વિચારકે ઇસ્લામની પાંચ ફરજિયાત વિધિઓમાં, છઠ્ઠી વિધિ તરીકે જેહાદનો પણ સમાવેશ કરે છે. 34 એજ, 1 : 42 35 એજ, 2 : 185, 193-199 36 રોડવેલ, 2 : 179-183
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy