________________ 202 ધર્મોનું તુલનાત્મક અધ્યયન હતી. પરંતુ એમના સત્તાકાળમાં મહમદમાં થોડા ફેરફાર થયેલા જોવામાં આવે છે. એક તે યહૂદીઓ પ્રત્યેના એમના વર્તાવમાં. જ્યારે મહમદના કેટલાક અનુયાયીઓ અને પાછળથી મહમદ પિતે મદીના ગયા ત્યારે ત્યાંના બહુજન યહૂદી સમાજે કંઈ માઠો વર્તાવ કર્યો નહિ. મહમદ પણ યહૂદીઓ પ્રત્યે પ્રિમભાવ અને ભાતૃભાવ રાખતા હતા, પરંતુ પાછળથી તેમણે એમને હેરાન કરવા માંડયા. એટલું જ નહિ પરંતુ એમના પ્રત્યે હિંસાત્મક વલણ પણ અખત્યાર કર્યું. બીજુ, ધર્મવિધિમાં પણ એમણે કેટલાક ફેરફાર કર્યો. મહમદના અનુયાયીઓ શરૂઆતમાં યહૂદી ધર્મીઓના પ્રાયશ્ચિત્તને દિવસે ઉપવાસ કરતા હતા. પરંતુ મહમદે તેમાં ફેરફાર કર્યો અને રમજાનના મહિનામાં ઉપવાસ કરવાનો આદેશ આપે 10 વળી, શરૂઆતમાં મહમદના અનુયાયીઓ પ્રાર્થના કરતી વખતે તેમનું મુખ જેરૂસલેમ તરફ રાખતા હતા. પરંતુ હવે મહમદે એ પ્રથામાં પણ ફેરફાર કરાવડાવ્યો અને આદેશ આપ્યો કે એમના અનુયાયીઓએ અરબરતાનના કેન્દ્ર સમા મકકા તરફ એમનું મુખ રાખીને પ્રાર્થના કરવી.૧૧ આમ યહૂદીઓ તરફના વર્તનમાં તેમ જ પ્રાર્થનાવિધિમાં મહમદે ફેરફારો કર્યા. પરંતુ ત્રીજો ફેરફાર જે થયે એ એમના વ્યક્તિગત જીવનમાં થયું અને એમના વ્યક્તિગત ચારિત્ર્યના પતન સમાન બન્યો. મહમદની લગભગ પચાસ વર્ષની ઉંમરે ખાદી જાનું મૃત્યુ થયું અને એમ કહેવાય છે કે તેના મૃત્યુ પછી એમણે લગભગ અગિયાર પત્નીઓ સાથે લગ્ન કર્યા. ૧૨આમાંના કેટલાકને વિષે તે કુરાનમાં રષ્ટીકરણ પણ અપાયું છે. એમના એક દત્તક પુત્ર દે જેની સાથે છૂટાછેડા કર્યા હતા એ ઝેનબ નામની સ્ત્રી સાથે મહમદે લગ્ન કર્યું અને એ લગ્ન બરાબર હતું એ સૂચવવા તેમણે અલ્લાહની આજ્ઞાનું પ્રમાણ આપ્યું “જ્યારે દત્તક પુત્રએ પિતાની સ્ત્રીઓ સાથે છૂટાછેડા લીધા હોય અને જે ધર્મિષ્ઠ પુરુષ તેમને પરણે તે તેમાં કોઈ અપરાધ . થતો નથી. ઈશ્વરની આજ્ઞા ત પાળવી જોઈએ અને ઈશ્વરે પયગંબરને પરવાનગી આપી છે. એટલે પયગંબરને કઈ જાતને દોષ લાગતો નથી. 13 10. રોડવેલ, 2 H 179, 183 11. એજ, 2 : 143, 144 12. આર. ઈ. હ્યુમ, ધી વર્લ્ડસ લિવિંગ રિલિજિયન્સ, 1955, પા. 216 13. રોડવેલ, 33 : 37-38