________________ 188 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ર૧, ગાથાધર્મ : ગાથામાં અન્ય પદ્ધતિઓની ટીકા કરવામાં આવી છે. મિથ તથા અનાહત એ -બંનેને એમાં અસ્વીકાર કરવામાં આવ્યું છે તથા યજ્ઞમાં અપાતા વધને તિરસ્કાર -સૂચવાય છે. આપણે આગળ સૂચવ્યું છે તેમ જસ્તી રાજવંશ ધર્મમાં પ્રવર્તતી કેટલીક રીતિઓથી જરથુરતને અસંતોષ હતો. આથી ગાથાઓમાં જરથુસ્ત એક અને ધર્મ સ્થાપવાનો પ્રયાસ કર્યો છે. આ ગાથાધમને કેટલીક વેળા મઝદયસ્ની ધર્મ તરીકે પણ ઓળખાવાય છે. એને આવું નામ એ માટે આપવામાં આવ્યું છે કે જરથુસ્તના સમય સુધી પર્સિયને જે ધર્મ પાળતા હતા તે દએવયગ્ની તરીકે ઓળખાતો હતે. જરથુસ્ત એમાં ઘણું સુધારા કરવાનો પ્રયત્ન કર્યો. - જરથુસ્ત ગાથામાં સંબંધેલા મઝદયસ્તી ધર્મના મહત્ત્વનાં અંગે નીચે મુજબ રજૂ કરી શકાય. 1. અનેકેશ્વરવાદને અસ્વીકાર : આપણે આગળ જોયું તેમ જરથુસ્તના સમય સુધી અનેકેશ્વરવાદ પ્રચલિત હત. એ અનેકેશ્વરવાદને જરથુસ્તે વિશિષ્ટ રીતે દૂર કર્યો. એમણે અદૂર મઝદને એક દેવ તરીકે સ્વીકાર્યા. મિથદેવ કે જેમને બલિ ધરાવવામાં આવતા હતા તે દેવને તેમણે અસ્વીકાર કર્યો, અને પિતાની દેવગૂંથણીમાં એમને કોઈ સ્થાન આપ્યું નહિ. બાકીના બીજા બધા દેવોને તેમ જ દૈત્યને પણ તેમણે અહૂર મઝદના -અનુચરો બનાવ્યા. દેવ અને અસુર સંપત્તિ આર્યોમાં સ્વીકાર્ય હતી. આ દેવ અને અસુર શક્તિનું રૂપાંતર વેદમાં એક રીતે અને ઈરાનમાં જુદી રીતે થયું. ઇન્દ્ર વગેરે દેવે કરતાં મિત્ર, વરુણ વગેરે અસુરના અમૂર્ત સ્વરૂપને લીધે વેદમાં વરુણને માયાવી તરીકે ઓળખાવવામાં આવ્યા અને આમ કરીને એમને કંઈક માયાવીપણું અપાયું. આમ અસુરો દેત્ય બન્યા. ઈરાનમાં અસુરે દેવ બન્યા, અને દવ દૈત્ય બન્યા. વિદધર્મ અને પુરાણું જરથુસ્તધર્મમાં થયેલાં દેવદેવીઓનાં નામે તથા અન્ય દૈત્યનાં નામને અર્થ આ સંદર્ભમાં ઘટાવે જરૂરી બને છે. દાનવ અને દૈત્યનો ભેદ, તેમ શુભ અને અશુભ, સારું અને નરસું, પ્રકાશ -અને અંધકારના ભેદે પણ સ્પષ્ટ જ છે. આ ભેદને ઉપયોગ જરથુસ્ત અનેકેશ્વરવાદને પ્રશ્ન હલ કરવામાં લીધે. આ બે વિરોધી પદમાંથી સમાન એવાને એક પણે મૂક્યા અને બાકીનાને બીજા પક્ષે રાખ્યા. ગાથાઓમાં આવાં બે તવોને