________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન આધ્યાત્મિક્તા દેવત્વ, નૈતિક્તા | " " અંતર્યામી તર્કબુદ્ધિ | સભાનતા દેહ પદાર્થ છે આમ, આપણે એ જોઈ શકીશું કે માનવનું સમગ્ર અસ્તિત્વ જટિલા રવરૂપનું છે, અને એમાં વિવિધ અંગોને સમાવેશ થાય છે. આ વિવિધ અંગોના વિવિધ અંશની શક્યતાને પરિણામે વિવિધ પ્રકારના માનવનું અસ્તિત્વ છે.. જીવન એ રીતે આકાર લે છે–એનું જીવનકાર્ય એ રીતે અપાય છે–એનાં જીવનમૂલ્ય એ રીતે રવીકારાય છે–એનું જીવન ધ્યેય એ રીતે નિર્ણત થાય છે. આથી જ માનવસમાજમાં અનેક પ્રકારની વિવિધતાનાં દર્શન થાય છે. આમાં છતાં પ્રત્યેક વ્યક્તિમાં બધાં જ અંગે અસ્તિત્વ ધરાવે છે અને વ્યક્તિનું અસ્તિત્વ હોય ત્યાં સુધી પ્રત્યેક અંગ વત્તેઓછે અંશે અસ્તિત્વમાન છે જ , ધર્મ એટલે? માનવ વિશેની થોડી મહત્ત્વની બાબતેની વિચારણા આપણે કરી. હવે ધમ અગેની મહત્ત્વની થોડી બાબતોની વિચારણા કરીશું. શરૂઆતમાં એ સ્પષ્ટ કરવું જરૂરી. છે કે ધર્મનું સ્વરૂપ સમજાવવાને અહીંયાં આપણે પ્રયાસ નથી. અન્યત્ર આપણે એ પ્રશ્ન હાથ ધરીશું. ધર્મ અંગેની થોડી મહત્વની વિગત મેળવવા માટે આપણે વિવિધ ધર્મો તરફ એક દષ્ટિ કરીશું. પ્રત્યેક ધર્મ, ધર્મ વિશે કેવો ખ્યાલ ધરાવે છે તેના આધારે આપણે ધર્મ અંગે કંઈક ખ્યાલ મેળવી શકીશું. હિંદુ