________________ 182 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ખ. 485 ઈ. સ. પૂર્વે : આ વર્ષમાં પુરાણું ધર્મના અનુયાયીઓએ અદૂર મઝદની પૂજાના સ્વીકાર માટે બળવો કર્યો. ઝરસીએ એ બળવાને દબાવ્યો અને બળવાખોરને પ્રયત્ન નિષ્ફળ ગયો. ગ. 404 ઈ. સ. પૂર્વે : આ વર્ષમાં આટકસરઝીઝ બીજાએ ફરીને. મૂળ અને કેશ્વરવાદની સ્થાપના કરી. પરંતુ એમણે કઈપણ જાતના ઝગડામાં ઊતર્યા વિના સુલેહરૂપે આમ કર્યું. જરથુસ્તધર્મના પાછળના સાહિત્યમાં આ બાબત માલૂમ પડે છે આ અનુસાર જરથુરતના નામઠામ જળવાઈ રહે છે પરંતુ જે ધર્મ સુધારવાને માટે પયગંબર પિતે. પ્રયત્નશીલ હતા એ ધર્મને અનેક છૂટછાટો આપવામાં આવી. 2, ધર્મનાં સ્વરૂપો : પસિંચન ધર્મનાં બે વરૂપે સ્પષ્ટ છે એક, રાજવંશી ધર્મ અને બીજે.. અવસ્તા ધર્મ. આ બંને ધમંપ્રકાર ભારતના પુરાણા વૈદિકધર્મની સાથે ઘણું સામ્ય ધરાવે છે. અવરતા ધર્મમાં કેમિનિદ રાજ્યવંશના રાજાઓનાં નામનો ઉલ્લેખ મળતું નથી, અને એ જ પ્રમાણે એ રાજાઓના શિલાલેખોમાં જરથુસ્તના નામને. ઉલ્લેખ નથી. સ, રાજ્યધર્મ : * પસિંચન ધર્મના બે સ્વરૂપમાંથી રાજ્યધર્મ વધુ સરળ અને સાદે છે. આ ધર્મ એક પ્રભુને સ્વીકારે છે અને તેને સર્વસત્તાધીશ અને મહાન તરીકે આલેખે છે. એ પ્રભુ સર્વસત્તાધીશ છે; રાજાઓની સત્તા અને તેમના રાજ્યપાઠ એમની જ કૃપાને આભારી છે. એટલું જ નહિ પરંતુ યુદ્ધમાં ફતેહ કે વિજય તેમ જ રાજ્યસન પણ એમની કૃપાને લીધે જ નીપજે છે. આ પ્રભુને સત્ય, ન્યાયી અને દયાળુ તરીકે આલેખવામાં આવ્યા છે. જે કોઈ એમની સાથે મિત્રભાવ અને સ્નેહ રાખે છે, એમના પ્રતિ તેઓ પણ પિતૃવભર્યો મિત્રભાવ રાખે છે. તેઓ સર્વવ્યાપક, સર્વજ્ઞાની અને સર્વ સત્તાધીશ છે. સૃષ્ટિના સર્જક તથા સંચાલક પણ એ જ છે. આ પ્રભુનું નામ રમઝદ (Auramanda) તરીકે આપવામાં આવ્યું છે. અહીં એ નેંધવું જોઈએ કે અવસ્તામાં આ નામના બે વિભાગે અલગ અલગ આપવામાં આવ્યા છે અને એને અહર મઝદ (Ahur Mazda) તરીકે