________________ 154 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. ગ, પુરુષમ (Pharises): હિબ્રધર્મને આ પંથ સાચી રીતે ધાર્મિક અનુયાયીઓને પંથ હતે. પ્રભુએ આપેલા આદેશનું નિષ્ઠાપૂર્વક પાલન કરવાને એમનો પ્રયાસ રહે. એ આદેશને સુસંગત એવા નિયમો તેઓ બનાવતા અને તેનું પાલન કરતા. આમ, તેઓ પિતાના જીવનને ધાર્મિક રીતે સમૃદ્ધ કરવાને માટે અહર્નિશ પ્રયત્નશીલ રહેતા. સામાન્ય રીતે આ વર્ગને જિસસની સામે વિરોધ ન હોય એમ માની શકાય. પરંતુ જિસના, માનવીને અપૂર્ણ તરીકે લેખવાના, વચનની સાથે તેઓ સંમત થઈ શક્યા નહિ. તેઓ એમ રવીકારવા તૈયાર ન હતા કે કોઈપણ માનવી સંપૂર્ણ નથી. આમ છતાં, સમય જતાં આ જૂથના અનેક અનુયાયીઓ પાછળથી ખ્રિસ્તીધર્મમાં જોડાયા. હિબ્રધર્મના આ ત્રણ પંથમાં એવી તે જડતા વ્યાપી હતી કે પ્રત્યેક સંપ્રદાયના અનુયાયીઓ પોતાના સિવાયના બીજા સંપ્રદાયના અનુયાયીઓને હલકા ગણતા. એટલું જ નહિ પરંતુ એમને અછૂત પણુ ગણતા હતા. આ ત્રણેય સંપ્રદાયના લોકો, અન્ય સર્વ આમ સમુદાયને, તેઓ નીચા અને અછૂત છે એમ ગણતા, અને એ રીતે વર્તતા. સામાન્ય જનસમુદાયના લેકે ગરીબ હતા અને પછાત પણ હતા. આ વિશાળ આમવર્ગને હિબ્રધર્મના ત્રણેય પંથવાદીઓ તરફથી કઈ હમદર્દી મળતી ન હતી. બરાબર એ જ સમયે પતિદ્ધારક તરીકે જિસસ ક્રાઈસ્ટ એમની સમીપ આવ્યા અને સ્નેહથી એમણે તેઓને પિતાના બનાવ્યા. આથી જ સામાન્યજન એમ કહે કે, “જગતને કેઈ પુરુષ આ માણસની જેમ કદીયે બે નથી.” જિસસ ક્રાઈસ્ટને માટે એમને આદર આમાં છ થાય છે. હિબ્રધર્મની સ્થગિતતા, અને ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટેનું કોઈ એક સવિશેષ કારણ હોય છે તે આ છે.