SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ મહિબ્રધર્મ 149 ઘ. ટિકે આના એએસ (ઈ. સ. પૂ. 750) : એલિજાના સમય પછી ઈઝરાયેલ રાજયમાં વર્ગભેદે ખૂબ વ્યાપક પ્રમાણમાં પ્રવર્તાતા હતા. એક તરફે અઢળક સંપત્તિના દલીન થતા, તે બીજી તરફે કંગાળ દારિદ્રય જોવામાં આવતું. આ કારણે સમાજમાં વેચ્છાચાર, દંભ, વિલાસ અને રુશવતખેરી ખુબ વ્યાપક બની હતી. આગલા પયગંબરોએ આપેલા આદેશે કેમ જાણે વિસરાયા ન હોય એવું વાતાવરણ હતું. બરાબર આ જ સમયે ભરવાડના જૂથમાંથી એક સામાન્ય ગામડિયા જેવા ટિકે આના એમેસ આગળ આવ્યા. ઈ. સ. પૂ. ૭૫૦માં બેથલમાં જ્યારે જેહેવાને ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે એમણે કેટલીક સ્પષ્ટ વાત કરી. આ સ્પષ્ટ વાતેથી ત્યાં હાજર રહેલા લગભગ બધા જ અવાક બની ગયાં. એવી શી વાતો તેમણે કરી ? એમોસે કહ્યું : “પ્રભુ મિજબાનીના દિવસોમાં આનંદ લે છે એવું નથી, તેમ જ જે પવિત્ર બલિદાને અપાય છે એમાંથી પણ એમને કંઈ આનંદ પ્રાપ્ત થતો નથી. પરંતુ, ઈશ્વરને આનંદ તે સાચી અને ન્યાયપૂર્વકની માનવની વર્તણુકથી થાય છે.” આ કથનમાં એમેસે એમના પુરોગામીથી વિશેષ કંઈ કહ્યું નથી. પરંતુ જે રીતે અને જે તબક્કે એમણે આ કહ્યું છે એનું તાત્પર્ય વિશેષ છે. એક આગાહી કરતા હોય એ રીતે એમણે કહ્યું : “જે ઇઝરાયેલના લેકે પ્રભુ-પરાયણ નહિ -બને, અને લાલસાભર્યું તથા વૈભવી જીવન જીવવાનું ચાલુ રાખશે તે પ્રભુ એમને માફ નહિ કરે. એટલું જ નહિ પરંતુ એમના દુશ્મનને હાથા બનાવી પ્રભુ ઇઝરાયેલના લોકોને શિક્ષા કરશે? પયગંબર, લોકોને પ્રભુને આદેશ પાઠવે છે એમ આપણે કહ્યું અને એમસ એ કર્તવ્ય કરે છે. પરંતુ કદીક પયગંબર ભવિષ્યકથન પણ કરે છે અને એવું જ ભવિષ્યકથન એમેસે કર્યું. એમસના આ કથન પછી ત્રીસ વર્ષે એસિરિયોએ ઇઝરાયેલની રાજધાની પર ચઢાઈ કરી, જીત મેળવી અને ત્યારથી ઈઝરાયેલ પ્રજા પિતાને કહી શકાય એવા પ્રદેશ વિસ્તાર વિના, દુનિયાના પટ પર ફરતી રહી. બીજા વિશ્વયુદ્ધ પછી ઈ. સ. ૧૯૪૬માં ઇઝરાયેલનું રાજય સ્થપાયું ત્યારે દુનિયાના વિવિધ પ્રદેશોમાંથી કેટલાક ઈઝરાયેલે પિતાના માદરે વતનમાં વસવા અને તેને વિકસાવવા ઈઝરાયેલમાં આવી વસ્યા. ઈ. સ. પૂ. 720 થી ઈ. સ. પૂ. 1946 સુધીના દીર્ધકાળ દરમ્યાન હિબ્ર પ્રજાએ પિતાની ભાષા, ધર્મ અને ધર્મગ્રંથો મમત્વપૂર્વક જતન કરી જાળવ
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy