________________ 130 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આમ, સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, તીર્થકર અને સિદ્ધ, એ, છ પ્રાપ્ત કરવાના ચઢતા ક્રમનાં વિવિધ સોપાને છે. 7. કર્મનો સિદ્ધાંત કર્મના સિદ્ધાંતની હિંદુધર્મમાં આપણે વિસ્તૃત ચર્ચા કરી છે. કર્મના સિદ્ધાંતનું જૈનધર્મમાં પણ ઘણું મહત્વ છે. જીવ એક અનંત પદાર્થ હોવા છતાં એ બદ્ધ હોય છે અને એનું અંતિમ લક્ષ્ય સિદ્ધત્વ પ્રાપ્ત કરવાનું હોય છે. જે એ સિદ્ધત્વ જીવે પોતે જ કરવાનું હોય તે એના વર્તમાન જીવનકાળમાં સિદ્ધ થઈ જશે જ એમ કેમ કહી શકાય ? જે જીવનું સ્વરૂપ અનાદિ અને અનંત હોય અને એનો આદર્શ સિદ્ધત્વ પ્રાપ્તિનો હોય, તે એ બદ્ધ જીવ શી રીતે થયે? અને એ બદ્ધત્વમાંથી એને મુક્તિ શી રીતે પ્રાપ્ત થઈ શકે? આ પ્રશ્નોના ઉત્તર જૈનધર્મને કર્મ સિદ્ધાંત આપે છે. પ્રત્યેક વર્તમાન જીવને કર્મફળ–સંપૂટ હોય છે, અને એ સંપૂટના નિરાકરણથી જ સિદ્ધત્વની અવસ્થા સંભવે છે. જ્યાં સુધી જીવની મનસા-વાચાકર્માણ પ્રવૃત્તિઓ ચાલુ છે ત્યાં સુધી કર્મસંપૂટના નિરાકરણની સંભવિતતા નથી. આથી એ નિરાકરણની પૂર્વશરત મન, વચન અને કર્મની પ્રવૃત્તિઓને નકાર કરવામાં છે. કર્મના વિવિધ પ્રકાર, એની દીર્ઘતા, એને આવેગ અને એના પ્રમાણને અનુલક્ષીને કર્મસંપૂરના વધારા કે ઘટાડાને વિચાર કરી શકાય. આથી, જૈનમત એમ સૂચવે છે કે કર્મસંપૂટનું નિરાકરણ કરવાને માટે નીચેના માર્ગો ગ્રહણ કરવા જોઈએ : ક, મન, વચન અને દેડ કાર્ય ઉપર કાબૂ મેળવી એ બધાને સિદ્ધત્વની પ્રાપ્તિને માર્ગે વાળવા જોઈએ. ખ. વિવિધ પ્રકારના ધાર્મિક અને નૈતિક કાર્ય આટોપીને સિદ્ધત્વના માર્ગે આગળ વધવાના પ્રયાસમાં આગળ વધી શકાય. ગ. તપ, નિયમ અને સંયમનું પાલન કરીને સિદ્ધત્વના માર્ગે આગળ વધી શકાય. આ ત્રણ માર્ગો અખત્યાર કરવાથી જીવ કર્મસંપૂટમાં નવાં કર્મોને વધારે કરતો નથી અને એકત્રિત થયેલ કર્મસંપૂટમાં એકંદરે ઘટાડો થાય છે. જેમ જેમ કર્મસંપૂટ ઘસાતું જાય તેમ તેમ બદ્ધ છવ સાધુ, ઉપાધ્યાય, આચાર્ય, તીર્થંકર કે સિદ્ધની અવસ્થા પ્રાપ્ત કર્યો જાય.