SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ હિંદુધર્મ 111 વિવિધ સ્વરૂપે પ્રત્યક્ષ થ છે અને એના શુદ્ધ સ્વરૂપે ઈશ્વર એકત્વને માટે તપશ્ચર્યાના પવિત્ર માગ તરીકે એક તરફે એનાં દર્શન થાય છે, તે બીજી તરફ એ સંપ્રદાય એના ખૂબ જ કનિષ્ટ સ્વરૂપમાં પણ પ્રત્યક્ષ થયે છે. શૈવ સંપ્રદાયના ઉદ્દભવ વિશે ડેન માર્શલ 22 આમ કહે છે : "Among the many revelations that Mohenjo-daro and Harappa have had in store for us, none perhaps is more remarkable than the discovery that the Saivism has a history going back to the chalcolithic age or perhaps even ancient living faith in the world". શૈવધર્મની વિશિષ્ટતા : શૈવધર્મમાં શિવને બધા દેવમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે તેમ જ એમનું પ્રત્યક્ષીકરણ બહુ સ્પષ્ટ રીતે થાય છે, તેમ જ શિવ અને જીવ વચ્ચેના સંબંધ ખૂબ આત્મીય સ્વરૂપના હોય છે. આ બધી બાબતો વેતાશ્વતર ઉપનિષદમાં જેવા મળે છે. વેતાશ્વતર ઉપનિષદ ઘણી બાબતમાં ભગવદ્ગીતાને મળતો ગ્રંથ છે, પરંતુ એના કરતાં પુરાણ હોવાનું મનાય છે.૨૩ વૈષ્ણવ સંપ્રદાયની તીવ્ર ઈશ્વરભાવના એના તાત્વિક સિદ્ધાંતના સંબંધમાં સામાન્ય સ્વરૂપે જેમ ગીતામાં રજૂ થઈ છે તેમ શ્વેતાશ્વતર ઉપનિષદમાં ઉપનિષેદિક ઈશ્વરી વિચારધારાના વિકાસને અનુલક્ષીને શિવનું આધિપત્ય રજૂ થયું છે. શિવને પરમતત્વ સાથે એકરૂપ ગણાવ્યો છે અને બીજી બાજુએ એને સર્વ દેવોના દેવ તરીકે અને શુભ અને અશુભની શક્તિ તરીકે ઓળખાવવામાં આવેલ છે. શિવ ગિરીશ છે, સંહાર કરવાને માટે એ બાણ ચઢાવી તૈયાર છે; એ જ એ ઈક્ષાન છે અને આશિષ આપે પૂજકના જાન અને મિલકતનું રક્ષણ કરવાનું એમને કહેવાય છે. તપ દ્વારા એમની પ્રાપ્તિ થઈ શકે છે, અને એ થતાં સર્વ બંધનમાંથી મુક્તિ મળે છે. એમના સિવાય વિશેષ કંઈ જાણવાનું નથી અને એમને જાણવા માટે તપ સિવાય અન્ય માગ નથી. 22. મોહે-જો-ડારો એન્ડ ઈન્ડસ સિવિલિઝેશન, પ્રોફેસ, પા. 7 23. ધી કલ્ચરલ હેરિટેજ ઓફ ઇન્ડિયા, ગ્રંથ ૪-સંપાદક: એચ. ભટ્ટાચાર્ય, કલકત્તા, 1956, પા. 63.
SR No.032773
Book TitleDharmonu Tulnatmak Adhyayan
Original Sutra AuthorN/A
AuthorBhaskar Gopalji Desai
PublisherUniversity Granthnirman Board
Publication Year1973
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy