________________ 104 ધર્મોનું તુલનાત્મક અધ્યયન યામાં જે મંત્રનું ઉચ્ચારણ થાય છે એનું તાત્પર્ય એ છે કે સૃષ્ટિ સર્જક પરમ ઈશ્વરની પ્રાર્થના કરીને તેમના રક્ષણ અને કૃપાની યાચના થાય છે. અગ્નિની સાક્ષીએ પિતાની બાહ્ય અને આંતરિક શુદ્ધિ કરે છે. અગ્નિના પ્રાગટયથી માત્ર બાહ્ય અંધકાર જ દૂર ન કરતા મને અંધકાર પણ દૂર કરે છે, અને એમ કરીને એ પરમતત્ત્વ પર ચિત્તની એકાગ્રતા માટે તૈયારી કરે છે. પિતાના આત્મામાં જ બિરાજમાન ઈશ્વરને પ્રાપ્ત કરવાને માટે પા૫ અને દુર્ગુણનો નાશ કરવા વ્યક્તિ કટિબદ્ધ બને છે અને પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થ છે કે તેઓ હંમેશા એને જ્ઞાન અને સામર્થ્ય આપે એ જ પ્રમાણે અગ્નિને અપાતી આતિઓ પાછળ એક વિશિષ્ટ પ્રકારની ભાવના હોય છે. અગ્નિમાં અપાતી કેઈપણ ચીજ અગ્નિ પતે પિતાને માટે રાખો નથી, પરંતુ એનું એ એક યા બીજા ઉપયોગી સ્વરૂપમાં રૂપાંતર કરે છે. એ જ પ્રમાણે પ્રભુ પાસેથી માનવીને પ્રાપ્ત થતું અન્ન, સંપત્તિ, પ્રતિષ્ઠા, વગેરે પણ માનવીના પિતાના નહિ પરંતુ ઈશ્વરના છે અને એથી પિતાની જરૂરિયાતથી વિશેષ પિતા પાસે ન રાખતા ઈશ્વરને ચરણે ધરવામાં આવે છે. યજ્ઞની આ ભાવનાનું હાર્દ આજે પણ જળવાયું છે. પિતાની જરૂરિયાતથી વિશેષ પિતા પાસે ન રાખવું અને ઈશ્વરના ચરણે અર્પણ કરવું એમ મહાત્મા ગાંધી અને વિનોબા ભાવેએ કહ્યું. ફેર માત્ર એટલે કે વેદ ધર્મે ઈશ્વરનું ચરણ અગ્નિમાં સ્વીકાર્યું , ગાંધી અને વિનોબાએ ઈશ્વરનું ચરણ દરિદ્રનારાયણ અને સમાજમાં જોયું. આથી, ગાંધીજીએ ટ્રસ્ટીશીપ અને સર્વોદ્ધારની વાત કરી અને વિનોબાએ ભૂદાનયજ્ઞ અને સર્વોદયને વિચાર રજૂ કર્યા. આ યજ્ઞભાવના હિંદુધર્મમાં એટલી તે ઓતપ્રોત થયેલી છે કે ગૃહસ્થાશ્રમી પણ પિતાનાં કર્તવ્ય ન ભૂલે એ માટે એને પંચમહાય કરવાની ધર્મમાં આજ્ઞા અપાઈ છે. આ યાને “મહા’ એટલા માટે કહેવાય છે કે ગૃહસ્થજીવનમાં પણ આ યજ્ઞભાવનાથી સમષ્ટિની એકરૂપતા અનુભવી શકાય. આ પંચમહાયજ્ઞમાં નીચેના યોને સમાવેશ થાય છે. 1. દેવયજ્ઞ : દેવના પૂજનને દેવયજ્ઞ તરીકે ઓળખવાય છે. આમાં અશિપૂજા અને સૂર્ય પૂજા સમાવિષ્ટ છે. અગ્નિપૂજામાં અગ્નિને પ્રગટ કરી, તેની સ્તુતિ કરી અગ્નિમાં આહુતિ આપવાને સમાવેશ થાય છે. સૂર્ય પૂજા સંધ્યા તરીકે ઓળખાવાય છે. સંધ્યા સૂર્યની ગતિ અનુસાર પ્રાતઃ, મધ્યાહન