________________ હિંદુધર્મ 11 નથી. નીતિના નિયમોને, નિયમ તરીકે પાલન કરવાની જરૂરિયાત એને જ રહે છે જે એને સ્વભાવગત બનાવી શક્તા નથી. પરંતુ જેમ સહજ રીતે મેગરામાંથી સુવાસ પ્રસરે, બરફીલામાંથી પાણી વહે, તેમ જ્ઞાની પુરુષમાંથી જે કંઈ વહે છે એ નિયમ અનુસાર નહિ અને છતાં નીતિ વિરુદ્ધ પણ નહિ. સામાન્ય માણસ માટે નીતિ એ બંધન છે, કારણ કે એના નિયમો એના પર જાણે કે બહારથી લદાયેલા છે. જ્ઞાની પુરુષને અધ્યાત્મજીવન, ધર્મજીવન, નીતિજીવન, વ્યવહારજીવન જેવો કોઈ ભેદ નથી. એ બધું જ એને માટે સમરૂપ બની જાય છે–સહજ બને છે અને એથી એમ કેમ કહી શકાય કે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરનાર જ્ઞાનીને નીતિના નિયમોનું બંધન છે? સૃષ્ટિના સર્વનિયામક સાથે જેણે એકત્વ પ્રાપ્ત કર્યું છે એને માટે બીજા ક્યા નિયમે હોઈ શકે? આ બાબતની પૂર્તિ માટે સદાનંદ૧૫ આ પ્રમાણે જણાવે છે: બ્રહ્મજ્ઞાનની અવસ્થામાં અમાનિત્યાદી જ્ઞાનસાધનો અને અષ્ટવાદી સદ્ગુણો જ્ઞાનપૂર્વની સ્થિતિમાંથી ઊતરી આવે છે. જેને આત્મજ્ઞાન થયું છે એનામાં અદ્ધવાદી ગુણો પ્રયત્ન વિના સહજ રીતે હોય છે અને સાધનરૂપ હોતા નથી. આમ શંકર મતાનુસાર પણ જ્ઞાનપ્રાપ્તિ પૂર્વેનું કર્મ નીતિ આદેશ અનુસારનું કર્મ, જ્ઞાનપ્રાપ્તિ પછીનું કર્મ એ જ્ઞાનમાંથી સહજ રીતે નિષ્પન્ન થતું કર્મ છે. અજ્ઞાનાવસ્થામાં કાર્યોને આદેશ બહારથી મળે છે, જ્ઞાનાવસ્થામાં કાર્યને આદેશ સ્વયં ક્રૂરે છે. સોક્રેટિસ સહિતના ગ્રીક તત્વવેત્તાઓ તેમ જ યહુદીઓ અને ખ્રિસ્તીઓ પણ જ્ઞાનને જ નીતિ તરીકે સ્વીકારે છે અને અજ્ઞાનને પાપ તરીકે રજૂ કરે છે. એ હકીકત જેમ્સ એથે 16 આ રીતે રજૂ કરી છે. જ્ઞાન અને વ્યવહાર વચ્ચેને અભેદ સંબંધ ગ્રીક તત્વો બહુ સ્પષ્ટ રીતે સમજ્યા હતા. સેક્રેટિસનું કથન “ગુણુએ આ બાબત સમજ્યા હતા, કારણ કે એમણે ડહાપણ અને સારાપણું, મૂર્ખતા અને પાપને સમાનાર્થી તરીકે લેખ્યા છે. આ જ પ્રમાણે ખ્રિસ્તી ધર્મના સ્થાપકને પણ આ અભેદ સ્પષ્ટ રીતે સમજાવે છે. કારણ કે તેઓ પિતે એ બંધ આપે છે કે શાશ્વત જીવન પિતા અને પુત્રને જાણવામાં સમાયેલું છે. જેમ જેમ જીવનનું ધ્યેય અને આદર્શ સાચી રીતે સમજાતે જાય અને એનું 15. વેદાંતસાર 16. ઈથિકલ પ્રિન્સિપલ્સ, પા. 8