________________ વાચકને પણ એમાંથી સૂચક સામગ્રી પ્રાપ્ત થશે. સંદર્ભગ્રંથો તેમ જ પર્યાયસૂચિ પણ ઉપયોગી નીવડશે. પુસ્તકમાં ધાર્મિક વિધિ, ધર્મસંજ્ઞાઓ તેમ જ ધર્મસ્થાપત્ય વગેરેનો ઉલ્લેખ મળે છે ખરા પરંતુ એની વિશિષ્ટ રજુઆત જોવા મળતી નથી. પુસ્તક્ની મર્યાદાને લીધે એમ બન્યું હોય એ સંભવે. પરંતુ ધાર્મિક આચરણ, ધાર્મિક વ્યવહાર વગેરે જેવાં ક્ષેનું વધુ ખેડાણ થવું જરૂરી ખરું. ગુજરાતી ભાષામાં, આ વિષયનું, આવું પ્રથમ અભ્યાસપૂર્ણ પુસ્તક આપવા માટે ડે. ભાસ્કરભાઈ દેસાઈ અભિનંદનને પાત્ર છે. એમની પાસે આવા વધુ ગ્રંથની આશા પણું આપણે રાખીશું. ગુજરાત યુનિવર્સિટી ઈશ્વરભાઈ પટેલ અમદાવાદ-૯, 18--73 કુલપતિ