________________ હિંદુધર્મ સામાન્યપણે આવા કેટલાક સંરકારો સ્વીકારાયા છે. એની સંખ્યા વિશે એકમત નથી. કેટલાક બાર સંસ્કારની, કેટલાક સોળ સંસ્કારની અને કેટલાક ચાલીસ સંસ્કારની સંખ્યા દર્શાવે છે. કેટલાક મહત્ત્વના સંસ્કારે નીચે મુજબ છેઃ 1. ગર્ભાધાન : ગર્ભાધાન થતા માતાના સંસ્કાર. 2. પુસંવન : ગર્ભાવસ્થામાં માતાના સંસ્કાર. 3. સીમંતોન્નયન : આ સંસ્કાર પણ માતાની ગર્ભાવસ્થામાં કરવામાં આવે છે. માતાના પ્રથમ વેળાના ગર્ભાધાન વખતે જ આ સંસ્કાર કરવામાં આવે છે. 4. જાતકર્મ : બાળકના જન્મ સમયે બાળકને કરવામાં આવતો સંસ્કાર. 5. નામકરણ : બાળકના જન્મના દશમા દિવસે બાળકનું નામ પાડવાને સંસ્કાર. 6. નિષ્ક્રમણ : બાળકને ચોથે મહિને ઘરની બહાર કાઢી સૂર્યદર્શન કરાવવાનો સંસ્કાર તે નિમણુ. 7. અન્નપ્રાસન : બાળકને છઠું મહિને મધ, ઘી, ભાત વગેરે એકઠા કરી ખવડાવવાને સંસ્કાર. 8. ચૌડ : ત્રીજે વર્ષે બાળકના વાળ ઉતરાવવાનો સંસ્કાર. 9. ઉપનયન : બાળકને યજ્ઞોપવિત આપવું અને બાળકને ગુરુને ઘેર ભણવા મોકલવાને સંસ્કાર. ઉપનયન એટલે ઉપની, ગુરુ પાસે જવું એમ થાય છે. ગુરુ પાસેથી મનુષ્ય જ્ઞાન મેળવે છે અને ચારિત્રઘડતરનું ભાથું પણ મેળવે છે. આમ થતાં મનુષ્યનું પશુ સ્વરૂપ પલટાય છે અને એ નવું જીવન ધારણ કરે છે. ઉપનયન સંસ્કારને એથી કેટલીક વેળા દ્વિજત્વના સંસ્કાર તરીકે પણ ઓળખાવવામાં આવે છે. બાળક પહેલી વાર માતાને પેટે, પરંતુ બીજી વાર ગુરુ પાસેથી સંસ્કાર મેળવી દૈત્ય ભરેલે મનુષ્ય-જન્મ પ્રાપ્ત કરે છે. આમ, ઉપનયન સંસ્કાર એક મહત્વને સંસ્કાર છે. ઉપનયન સંસ્કાર વિશે એ નોંધવું ઠીક રહેશે કે એક સમયે કન્યાને પણ ઉપનયન આપવામાં આવતું હતું. તેમને પણ વેદ અને ગાયત્રીને ઉપદેશ આપવામાં આવે. કુમાર જેટલી કડક્તા કે ભિક્ષા માંગવી કે ગુરુને ઘેર નિવાસ કરે વગેરે કન્યા માટે ન હતા.