________________ હિન્દુ ધર્મમાં નીતિ, ભક્તિ અને વૈરાગ્ય 71 3. આશ્રમધર્મ: વર્ણધર્મમાં વ્યક્તિનાં કર્તવ્યો કે સદાચરણનો વિચાર તેના સામાજિક સ્થાન અને કાર્યને અનુલક્ષીને કરવામાં આવે છે. આશ્રમધર્મમાં વ્યક્તિ પોતાના જીવનની કઈ અવસ્થાએ છે એ બાબતને ધ્યાનમાં રાખીને તેના માટેના સદાચરણના નિયમો ઘડવામાં આવે છે. હિન્દુ ધર્મમાં માણસના વ્યક્તિગત જીવનની ચાર અવસ્થાઓ કે કક્ષાઓ સ્વીકારવામાં આવી છે, અને એ પ્રત્યેકને “આશ્રમ' નામ અપાયું છે. આમ, આશ્રમો ચાર છે : 1. બ્રહ્મચર્યાશ્રમ 2. ગૃહસ્થાશ્રમ 3. વાનપ્રસ્થાશ્રમ અને 4. સંન્યાશ્રમ. અહીં વપરાયેલા “આશ્રમ” શબ્દની સમજૂતી આપતાં આનંદશંકર ધ્રુવે લખ્યું છે કે “ઋષિઓ જેમ વનમાં “આશ્રમ” - રહેઠાણ બાંધીને રહેતા, તેમ સાધારણ મનુષ્ય આ સંસારરૂપી વનમાં રહીને પવિત્ર જીવન ગાળવું હોય તો ગાળી શકે તે માટે એમણે બાંધેલાં આ રહેઠાણ યાને “આશ્રમ’ છે.”૧૨ આ ચારે આશ્રમો અને તેમનાં ધર્મોની સમજૂતી નીચે પ્રમાણે છે : 1. બ્રહ્મચર્યાશ્રમ : બ્રહ્મચર્યાશ્રમ એટલે વિદ્યા ભણવાનો, બ્રહ્મચર્યનું પાલન કરવાનો અને શિસ્ત તેમજ ખડતલપણું મેળવવાનો ગાળો. પાંચથી આઠ વર્ષની ઉંમરે શરૂ થતો વિદ્યાભ્યાસ લગભગ પચ્ચીસ વર્ષે પૂરો થાય છે. આ સમગ્ર ગાળો બ્રહ્મચર્યાશ્રમનો છે. બ્રહ્મચર્યાશ્રમી કે વિદ્યાર્થીના ધર્મોનો ખ્યાલ મેળવવામાં મનુસ્મૃતિમાંથી લીધેલા નીચેના ઉતારાઓ ઉપયોગી થશે : “બ્રહ્મચારીએ મદ્ય, માંસ, સુગંધી દ્રવ્યો, માળાઓ, રસો (રસના ઇન્દ્રિયને ગમે તેવા પદાર્થો), સ્ત્રીઓ, સઘળા પ્રકારના આસવો અને આથાઓ અને પ્રાણીઓની હિંસા એ બધાંનો ત્યાગ કરવો, વળી, તેણે શરીરે તેલ ન ચોળવું, આંખમાં આંજણ ન આંજવું, જોડા ન પહેરવા અને છત્રી ન ઓઢવી, કામ, ક્રોધ, લોભ, નૃત્ય અને ગીતવાદનનો પણ ત્યાગ કરવો. વળી જૂગટું, ફોગટ પંચાયત, પારકી નિંદા અને અસત્યને છોડવાં; તેમજ સ્ત્રીઓને જોવાનો, તેમને આલિંગન કરવાનો અને પારકાનું ભૂંડું કરવાનો પણ ત્યાગ કરવો.”૧૩. ગુરુએ આજ્ઞા કરી હોય કે ન કરી હોય, તોપણ બ્રહ્મચારીએ પોતાની મેળે જ) નિત્ય અધ્યયનમાં તથા આચાર્યનાં હિતકાર્યોમાં યત્ન કરવો.”૧૪ “માતાપિતા બાળકોના જન્મ-ઉછેર માટે જે કલેશ સહે છે તેનો સેંકડો વર્ષે પણ બદલો વાળી શકાતો નથી. તે માતાપિતા તથા આચાર્યનું સર્વકાળે પ્રિય કરવું; કેમ કે એ ત્રણેય સંતુષ્ટ થાય છે તો જ સર્વ તપનું ફળ સારી રીતે પામી શકાય છે.”૧૫ ૨.ગૃહસ્થાશ્રમઃ ગૃહસ્થાશ્રમ એટલે સંસારમાં રહી જગતની સુખ-સંપત્તિમાં ઉમેરો થાય અને તેની સર્વ પ્રકારે ઉન્નતિ થાય તે માટે પ્રબળ પુરુષાર્થ કરવાનો ગાળો. જીવનના પહેલા ચોથા ભાગમાં વિદ્યાભ્યાસ પૂરો કર્યા પછી બીજા ચોથા ભાગ દરમિયાન એટલે કે પચ્ચીસથી પચાસ વર્ષની ઉંમર દરમિયાન દરેક હિન્દુએ ગૃહસ્થાશ્રમના ધર્મો પાળવાના હોય છે. પોતાના ધર્મમાં સ્થિર રહેવા માટે ગૃહસ્થાશ્રમીએ