________________ હિન્દુ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતો 61 તેનો કંઈ જ સ્વાર્થ નથી. ભૂતમાત્રને વિશે તેને કશો અંગત સ્વાર્થ નથી.”૪૧ પરંતુ આનો અર્થ એ નહિ કે જીવન્મુક્ત કે સ્થિતપ્રજ્ઞ સંસારની સેવામાંથી નિવૃત્ત થઈ જવું જોઈએ. જીવન્મુક્ત માટે પણ પ્રવૃત્તિમાર્ગની જોરદાર હિમાયત કરતાં શ્રીકૃષ્ણ ગીતામાં કહ્યું છે કે “જો હું કદી પણ આળસ મરડવા સરખોયે થોભ્યા વિના કર્મને વિશે પ્રવૃત્ત ન રહે તો તે પાર્થ ! લોકો બધી રીતે મારા વર્તનને અનુસરશે. જો હું કર્મ ન કરું તો આ લોક નષ્ટ થાય; હું અવ્યવસ્થાનો કર્તા બનું અને આ લોકોનો નાશ કરું. હે ભારત ! જેમ અજ્ઞાની લોકો આસક્ત થઈને કામ કરે છે તેમ જ્ઞાનીએ આસક્તિરહિત થઈને લોકલ્યાણને ઇચ્છીને કામ કરવું જોઈએ. કર્મને વિશે આસક્ત એવા અજ્ઞાની મનુષ્યોની બુદ્ધિને જ્ઞાની ડામાડોળ ન કરે, પણ સમત્વ જાળવી સારી રીતે કર્મો કરી તેમને સર્વ કર્મોને વિશે પ્રેરે.૪ 4. મોક્ષપ્રાપ્તિનાં સાધનો : હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે જીવાત્માની સાંસારિક સ્થિતિ ખૂબ જ દુઃખકારક છે, તેમાં જે કંઈ સુખ છે તે પણ દુઃખકારક છે, કારણ કે તેને કારણે દુઃખની તીવ્રતામાં ઉમેરો થાય છે. આમ, સંસાર કેવળ દુઃખકારક છે, જ્યારે મોક્ષ કેવળ આનંદદાયક છે. આથી સ્વાભાવિક રીતે “મુમુક્ષુત્વ' (મોક્ષપ્રાપ્તિની ઇચ્છા હોવી તે) જાગે છે અને મોક્ષપ્રાપ્તિનાં સાધનોનો વિચાર અગત્યનો બને છે. જુદા જુદા સાધકોના અધિકાર અને રૂચિની ભિન્નતાને અનુલક્ષીને હિન્દુ ધર્મમાં 1. જ્ઞાનયોગ, 2. કર્મયોગ અને 3. ભક્તિયોગનો મોક્ષપ્રાપ્તિના સાધન તરીકે સ્વીકાર કરવામાં આવે છે. આ ત્રણમાંથી કોઈપણ એક યોગને કે એ ત્રણેના સુભગ સમન્વયને અનુસરવાથી જીવાત્મા મોક્ષાવસ્થાને પામે છે એવી હિન્દુ ધર્મની માન્યતા છે. આ ત્રણે પ્રકારના યોગની સાધના સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : 1. જ્ઞાનયોગઃ જ્ઞાનયોગની સાધનાના બે તબક્કા છે. પહેલા તબક્કામાં જ્ઞાન માટેનો અધિકાર પ્રાપ્ત કરવાનો હોય છે. આ માટે સાધકે નીચે દર્શાવેલાં ચાર સાધનો સિદ્ધ કરવાં જોઈએ : નિત્યાનિત્યવસ્ફવિવેકઃ શાશ્વત તત્ત્વો અને નાશવંત પદાર્થો વચ્ચેના ભેદની બૌદ્ધિક સમજ. 2. વૈરાગ્ય : આ લોક તેમજ પરલોકમાં વિષય ભોગવવાની ઇચ્છાનો અભાવ. અમદમાદિ સાધનસંપત્તિ H મનનો સંયમ, ઇંદ્રિયનિગ્રહ, શ્રદ્ધા, સમાધાન, ઉપરાત અને તિતિક્ષા એ છ ગુણો. 4. મુમુક્ષુત્વઃ મોક્ષપ્રાપ્તિનો દઢ સંકલ્પ. ઉપરનાં “સાધન ચતુષ્ટયસિદ્ધ થતાં સાધકને જ્ઞાન માટે અધિકાર પ્રાપ્ત થાય છે. આ પછી જ્ઞાનયોગની સાધનાનો બીજો તબક્કો શરૂ થાય છે. આ તબક્કે અધિકારી સાધકે શ્રોત્રિય (શાસ્ત્રોના અભ્યાસી) અને બ્રહ્મનિષ્ઠ (બ્રહ્મસાક્ષાત્કારને પામેલા) ગુરુના માર્ગદર્શન હેઠળ આત્મા અને પરમાત્માના જ્ઞાનનું શ્રવણ, મનન અને જે