________________ ગુજરાત રાજ્યનાં પુસ્તકોના પરામર્શક - ઈન્ડિયન ફિલોસોફિકલ કૉગ્રેસની પ્રવૃત્તિઓને વિશેષ ફળદાયી બનાવવા માટે નિયુક્ત થયેલી ખાસ સમિતિના કન્વીનર - ઇન્ડિયન ફિલોસોફિકલ કોંગ્રેસ અને કેટલીક પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓની વ્યાખ્યાન શ્રેણીઓમાં નિમંત્રિત વ્યાખ્યાતા - યુ.જી.સી. અને ભારતની વિવિધ યુનિવર્સિટીઓની તેમજ ભારત સરકારની તત્ત્વજ્ઞાન વિષયને લગતી કેટલીક સમિતિઓના સક્રિય સભ્ય. - ડિસેમ્બર ૧૯૯૧માં ગુજરાત યુનિવર્સિટી અને શ્રી સ્વામિનારાયણ મંદિર, કાળુપુરની નિશ્રામાં સામાજિક તત્ત્વજ્ઞાન અંગેની આંતરરાષ્ટ્રિય પરિષદ બોલાવીને વિશ્વભરના વિવિધ દેશોમાંથી પધારેલા સંખ્યાબંધ નામાંકિત વિદ્વાનો સમક્ષ “માનવ અધિકારો અને સ્વાતંત્ર્યના રક્ષણ માટે “સ્વધર્મ પાલનની અનિવાર્યતા” અંગેના ભારતીય દષ્ટિકોણનું અસરકારક પ્રતિપાદન - ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ફિલોસોફિકલ રિસર્ચના સક્રિય સભ્ય - ઈન્ટરનેશનલ સોસાયટી ફૉર ઈન્ટરકલ્ચરલ સ્ટેડિઝ એન્ડ રિસર્ચના માનટ્સભ્ય - ગુજરાતમાં તત્ત્વજ્ઞાન વિષયની વ્યાપક અભિરુચીના પોષણ માટે કાર્ય કરતી ગુજરાત તત્ત્વજ્ઞાન પરિષદના પ્રમુખ - શ્રી સ્વામિનારાયણ મંદિર, કાળુપુર, અમદાવાદના સહયોગથી “શ્રી સ્વામિનારાયણ આંતરરાષ્ટ્રીય મૂલ્યશિક્ષણ વિદ્યાભવન'ના સ્થાપક અને અધ્યક્ષ.