________________ પ્રકરણ-૩ હિન્દુ ધર્મ અને તેનાં શાસ્ત્રો - જયેન્દ્રકુમાર યાજ્ઞિક 1. હિન્દુ ધર્મનું પ્રાણતત્ત્વઃ હિન્દુ ધર્મ જગતનો જૂનામાં જૂનો અને આજ સુધી વિકસતો રહેલો ધર્મ છે. હિન્દુ ધર્મ કેટલો પ્રાચીન છે એ પ્રશ્નના નિશ્ચિત જવાબ અંગે અભ્યાસીઓમાં મતભેદ છે. આમ છતાં ઇતિહાસસિદ્ધ નિર્વિવાદ હકીક્ત તરીકે એટલું તો સૌ કોઈ સ્વીકારે છે કે ઈ.સ. પૂર્વે ૩000ના સમયથી માંડીને આજપર્યંત હિન્દુ ધર્મે ભારતીય સંસ્કૃતિની જાળવણીના કાર્યને જારી રાખ્યું છે. “ન્યૂ લાઈટ ઑન ધ મોસ્ટ એશ્યન્ટ ઈસ્ટ' નામના ગ્રંથમાં પ્રોફેસર ચાઈલ્વે સ્પષ્ટ કર્યું છે કે “ઈ.સ. પૂર્વે ૩૦૦૦ના અરસામાં ભારતવર્ષ જે સંસ્કૃતિ લઈને મિસર અને બેબીલોનિયાની સામે ઉપસ્થિત થયેલું તે સંસ્કૃતિ તેની પોતાની વિશિષ્ટ ને સ્વતંત્ર હતી, ને ઉદ્યોગકળામાં તે કાળની બીજી સંસ્કૃતિઓની હારોહાર ઊભી રહી શકે એવી હતી. ભારતવર્ષની ભૂમિમાં તેની જડ ઊંડી ઊતરેલી દેખાય છે...એ પ્રાચીન કાળમાં પણ એમાં ભારતવર્ષની ખાસિયત દેખાઈ આવે છે; અને એના પાયા પર જ આધુનિક ભારતીય સંસ્કૃતિની ઇમારત રચાઈ છે.” પ્રો. ચાઈલ્ડ જે ભારતીય સંસ્કૃતિની વાત કરે છે તે સિંધુ નદીના પ્રદેશમાં વિકસેલી હતી. આમ, આજથી લગભગ પાંચ હજાર વર્ષ પહેલાં સિંધુ નદીના પ્રદેશમાં વસતા લોકો જે ધર્મ પાળતા હતા તે ધર્મ, સિંધુ નદીના નામ પરથી હિન્દુ ધર્મને નામે વિખ્યાત થયેલો છે. તે કાળથી શરૂ કરીને તે વિવેકાનંદ અને ગાંધીજીના જમાના સુધી આ ધર્મમાં રહેલું સનાતન તત્ત્વ જુદી જુદી પરિસ્થિતિ પ્રમાણે જુદી જુદી રીતે વ્યક્ત થતું રહ્યું છે. હેવિલે યથાર્થ લખ્યું છે કે ભારતમાં ધર્મને કોઈ જડ મત તરીકે ભાગ્યે જ સ્વીકારવામાં આવે છે પણ માનવવર્તણૂક અંગેની એક કાર્યસાધક ધારણા તરીકે ધર્મનો સ્વીકાર કરીને, જીવનની જુદી જુદી પરિસ્થિતિઓ અને આધ્યાત્મિક વિકાસની જુદી જુદી કક્ષાઓને અનુકૂળ આવે એ રીતે તેને ઘટાવવામાં આવે છે.” આને પરિણામે હિન્દુ ધર્મનું સર્વદેશકાળમાં તેને લાગુ પડે તેવું કોઈ એક લક્ષણ આપી શકાતું નથી. આનંદશંકર ધ્રુવે યથાર્થ કહ્યું છે કે, “હિન્દુ ધર્મનું લક્ષણ બાંધવા જતાં અનેક મુશ્કેલીઓ આવે છે. પરંતુ આ મુશ્કેલી તે હિન્દુ ધર્મનું દૂષણ છે એમ સમજવું