________________ ધર્મોના અભ્યાસ પ્રત્યેનો અભિગમ 17 જુદા જુદા ધાર્મિક પુરુષોએ પોતપોતાના અનુભવ અને પોતાના જમાનાની જરૂરિયાતને અનુલક્ષીને ઉપરના પ્રશ્નોના જુદા જુદા જવાબો આપેલા છે. આ જવાબોની વિગતોમાં આપણે અહીં ઊતરી શકીએ તેમ નથી, પરંતુ એટલું તો ચોક્કસ સમજી શકીએ તેમ છીએ કે ઉપરના પ્રશ્નોના વિવિધ જવાબોને લીધે ધર્મના જ્ઞાનકાંડમાં વિવિધ પ્રકારની તાત્ત્વિક વિચારસરણીઓ દાખલ થાય છે અને તેને પરિણામે ધર્મ એક હોવા છતાં અનેક “પંથો પડી જાય છે અને એ રીતે ધર્મ એક હોવા છતાં અનેક ધર્મો અસ્તિત્વમાં આવે છે. 2. ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરતી વખતે આપણે જોયું કે ધર્મ દ્વારા માણસ પોતાની પ્રાણીસહજ વૃત્તિઓ પર વિજય મેળવીને દેવ કે ઈશ્વરકોટિએ પહોંચવાનો યત્ન કરે છે. આમ, દૈવીતત્ત્વ કે પરમાત્માને પામવાનો પ્રયત્ન એ ધર્મનું હાર્દ છે. દૈવીતત્ત્વ કે પરમાત્માને પામવા માટે માણસ કેટલીક વાર બાહ્ય નજરે જોઈ શકાય તેવા પદાર્થો જેવા કે વૃક્ષ, સૂર્ય, ચંદ્ર, ધાતુ કે કાષ્ઠની મૂર્તિ વગેરેનું અવલંબન લેવાનું યોગ્ય ગણે છે. આથી ઊલટું, કેટલીક વાર માણસને એમ લાગે છે કે પરમાત્માની અનુભૂતિ અને પ્રાપ્તિ તો અંતરના ઊંડાણમાં પહોંચીને જ થઈ શકે. આમ, દૈવીતત્ત્વ કે પરમાત્માને કઈ રીતે પામી શકાય એ પ્રશ્ન અંગે જુદી જુદી રુચિ અને કક્ષાના માણસો જુદી જુદી રીતે વિચારે છે. આમ, પરમાત્માને પામવાનું એક જ ધ્યેય રહેવા છતાં તેના આરાધકો કે ભક્તો જુદી જુદી પૂજનવિધિઓ અને વિવિધ સાધના પદ્ધતિઓ સ્વીકારીને જુદો જુદો “પંથ' લઈ શકે છે અને એ રીતે પણ ધર્મ એક હોવા છતાં અનેક ધર્મો શક્ય બને છે. 3. ધાર્મિક જીવનના વિશ્લેષણ દરમિયાન આપણે જોયું કે નીતિ કે સદાચાર એ ધાર્મિક જીવનનું આવશ્યક અંગ છે. ધાર્મિક માણસ સદાચારી હોવો જોઈએ એ સાર્વત્રિક અપેક્ષા છે. પણ સદાચાર શેમાં રહેલો છે એ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા દેશ અને કાળની પરિસ્થિતિ પર આધાર રાખે છે. એટલે કે અહિંસા, સત્ય અસ્તેય, દયા, સમતા, પ્રેમ, શૌર્ય વગેરે શાશ્વત નૈતિક ગુણો છે. પરંતુ જે તે દેશકાળની પરિસ્થિતિને અનુસરીને આમાંના અમુક ગુણો પર અમુક ધર્મમાં વિશેષ ભાર મૂકવામાં આવે છે. દા.ત., જૈન ધર્મમાં અહિંસા પર, શીખ ધર્મમાં શૌર્ય પર અને ખ્રિસ્તી ધર્મમાં પ્રેમ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે. આમ, જુદા જુદા નૈતિક ગુણો પર વિશેષ ભાર મૂકવાને લીધે પણ ધર્મમાં વિવિધતા આવે છે. અને એ રીતે પણ ધર્મ એક હોવા છતાં અનેક ધર્મો શક્ય બને છે. 4. આપણે જોઈ ગયાં કે ધાર્મિક જીવન ગાળનાર માણસ પાસેથી “દઢ વૈરાગ્ય જેના મનમાં રે'ની અપેક્ષા છે. ધાર્મિક માણસ વૈરાગ્યશીલ હોવો જોઈએ એ કાયમ માટે સત્ય એવું કથન છે. પણ તેનો વૈરાગ્ય કઈ રીતે પ્રગટ થવો જોઈએ એ પ્રશ્નનો આધાર પરિસ્થિતિ પર રહે છે. સંસાર છોડીને સાધુ બની જવામાં જેમ વૈરાગ્યની